સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાની પૂન: એન્ટ્રી

05 August 2022 01:26 PM
Amreli
  • સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાની પૂન: એન્ટ્રી
  • સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાની પૂન: એન્ટ્રી

લખતરમાં 1 ઈંચ વરસતા નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.4
સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ થોડા દિવસનો બ્રેક લીધા બાદ હવે ફરી રીએન્ટ્રી કરી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ઘણા સમય પછી વરસાદનું આગમન થયું હતું ત્યારે લખતર ગામની અંદર એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સતત એક કલાક ધોધમાર વરસાદ વરસતા લખતર ગામના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.કાદેસરની બારી પાસેનો વિસ્તાર, ભરવાડવાસ, ખાળીયા વિસ્તારથી લઈને લક્ષ્મીપરા વિસ્તાર, મહાકાળી મંદિર પાછળના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વરસાદી વાતાવરણ,લખતરમાં સવારના સમયે 1 ઈંચથી વધુ વરસાદ ધ્રાંગધ્રામાં 12 મિલીમીટર, દસાડામાં 4 મીમી ઝાપટાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો.

ત્યારે એક સપ્તાહ બાદ ગુરૂવારે સવારે મેઘરાજાની પુન: પધરામણી થઈ છે. જેમાં લખતરમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ધ્રાંગધ્રા અને દસાડામાં વરસાદી ઝાપટા પડયા હતા. જયારે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી વાતાવરણ છતાં મોડી સાંજ સુધી વરસાદની ટીપુય પડયુ ન હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લે વરસાદ તા. 27મી જુલાઈએ વરસ્યો હતો. જેમાં લીંબડીમાં 1 ઈંચ અને ચૂડા, ચોટીલા, દસાડામાં વરસાદી ઝાપટા પડયા હતા. તા. 27મી જુલાઈના રોજ આવેલ વરસાદ બાદ જિલ્લામાં કયાંય વરસાદ પડયો ન હતો. ત્યારે એક અઠવાડીયા બાદ ગુરૂવારે જિલ્લામાં મેઘાના ફરી મંડાણ થયા છે.

જેમાં લખતર શહેર અને તાલુકામાં ગુરૂવારે સવારે ધોધમાર વરસાદ પડયો હતો. સવારના સમયે આકાશમાંથી 31 મીમી એટલે કે 1 ઈંચથી વધુ પાણી વરસ્યુ હતુ. બીજી તરફ જિલ્લા ધ્રાંગધ્રા તાલુકામાં 12 મીમી અને દસાડા પંથકમાં 4 મીમી વરસાદ વરસાદી ઝાપટા રૂપે પડયો હતો. લખતર શહેરમાં સવારના સમયે આવેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જયારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની વાત કરીએ તો ગુરૂવારે સવારથી જ શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. પરંતુ બપોર બાદ ફરી સુર્યનારાયણે દેખા દીધી હતી. પરંતુ સાંજ સુધી જિલ્લામાં વરસાદનુ ટીપુય વરસ્યુ નથી.


Loading...
Advertisement
Advertisement