(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.5
સુરેન્દ્રનગર શહેરમાં પુરવઠા વિભાગનો મોટાપાયે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે અને મધ્યમ અને ગરીબ વર્ગને આપવામાં આવતું સમિતિનું અનાજ બારોબાર પગ કરી અને કાળા બજાર કરવા માટે બારોબાર વેચી દેવામાં આવતું હોવાની અનેક પ્રકારની બાબતો સામે આવી રહી છે. આ અગાઉ 29 જેટલી સમિતિઓના પર્વના રદ કરી અને જેઓને મોટી માત્રામાં દંડ પણ ફટકારવામાં આવ્યો હોવા છતાં પણ આ પુરવઠા નું અનાજ બારોબાર પગ કરી જતું હોવાનું ચાલુ જ રહ્યું છે ત્યારે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની સીટી પોલીસના એ ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં રોકાયેલો હતો
તેવા સમયે સુરેન્દ્રનગર શહેરની જિલ્લા પંચાયત પાસે મહિન્દ્રા ગાડીમાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ અને બે યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટાફના પેટ્રોલિંગમાં રોકાયેલા લોકોને શંકાસ્પદ લાગતા તેઓની પૂછપરછ કરવામાં આવતા જ આ બંને વ્યક્તિઓએ આડોળાઈ ભર્યો જવાબ આપ્યો હતો અને ત્યારે પુરવાર થતું હતું કે આ જથ્થો ગેરકાયદેસર રીતે બહાર જતો હોવાનું શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યું હતું
ત્યારબાદ તપાસ કરતા આ જથ્થો ક્યાં જતો હતો કોનો હતો? કોને વિતરણ કરવાનો હતો.જેની કોઈ માહિતી આ બંને લોકોએ આપી ન હતી જેમાં ભારત પરના અજય ગોપાલ અને અન્ય એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સીટી પોલીસ મથકે લાવી અને મુદ્દા માલ સાથે ત્રણ લાખ દસ હજારનો માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.