સુરેન્દ્રનગર શહેરમાં સવારથી વરસાદની શરૂઆત

05 August 2022 01:46 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર શહેરમાં સવારથી વરસાદની શરૂઆત
  • સુરેન્દ્રનગર શહેરમાં સવારથી વરસાદની શરૂઆત

કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ શરૂ

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.5
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો હોવા છતાં પણ વરસાદ વરસ્યો ન હતો પરંતુ અત્યારે લખાય છે ત્યારે વહેલી સવારથી જ આજે વરસાદી વાતાવરણ અને ગૌરમભાઇલા વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે અત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે

જ્યારે જાણવા મળતી વિગતો અનુસાર ચુડા તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે લીમડી તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે અને ધાંગધ્રામાં પણ હાલમાં વરસાદ શરૂ થયો છે ત્યારે ચુડા તાલુકાના ગોખરવાડા ગામે વરસાદ શરૂ થયા પહેલા વીજળીના કડાકા ભડાકા થવાના કારણે મંદિર ઉપર વીજળી પડવાના કારણે સામાન્ય રીતે નુકસાન પણ થવા પામ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ દસ દિવસ ફરીવાર શરૂ થયો છે અત્યારે ખુશીની લહેર છવાઈ જવા પામી છે ત્યારે ધરતીપુત્રમાં પણ વાવણી બાદ લાંબા દિવસો બાદ વરસાદ શરૂ થતાં ધરતીપુત્રમાં પણ ખુશીનો માહોલ જોડાવા મળી રહ્યો છે.


Loading...
Advertisement
Advertisement