લીંબડીના કુલગ્રામ નજીક પેસેન્જર ભરેલો છકડો પલ્ટી જતા 1નુંં મોત : 9 મુસાફરો ઘાયલ

05 August 2022 01:47 PM
Surendaranagar
  • લીંબડીના કુલગ્રામ નજીક પેસેન્જર ભરેલો છકડો પલ્ટી જતા 1નુંં મોત : 9 મુસાફરો ઘાયલ

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.5
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પાસે ફૂલ્ગ્રામ ગામના પાટીયા પાસે પેસેન્જર ભરેલા છકડાએ પલટી મારતા 9 થી વધુ વ્યક્તિઓ ઘાયલ અને એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત તમામ ઇજાગસ્તો અને સાયલા સારવાર માટે ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર તીન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓમાં અસંખ્ય જગ્યા ઉપર છકડાઓમાં વહેલી સવારે લોકો હટાણું કરવા માટે તેમજ પરત ફરતા સમયે છકડાઓમાં જતા હોય છે ત્યારે છકડાઓમાં મોટી માત્રામાં મુસાફરો ભરી અને છકડાવો સુરેન્દ્રનગરના જિલ્લા તાલુકાઓમાં દોડી રહ્યા છે ત્યારે છકડામાં એટલી અદે મુસાફરો ભરવામાં આવે છે કે છકડાનું બેલેન્સ રાખવું પણ ભારે મુશ્કેલ બનતું હોય છે

ત્યારે આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર આવેલ કુલ ગ્રામ ગામના પાટીયા પાસે પેસેન્જર ભરી અને પસાર થઈ રહેલા છકરાય છકડા ઉપરના સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવતા છકડાએ અચાનક પલટી મારી જતા આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે જ્યારે નવ વ્યક્તિઓ ઘાયલ થતા તાત્કાલિક અસર એ તેઓને સાયલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અત્યારે તાત્કાલિક અસરે જોરાવર નગર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી


Loading...
Advertisement
Advertisement