રવિવારે મુખ્યમંત્રી દિલ્હી જશે : નીતિ આયોગની બેઠકમાં હાજરી

05 August 2022 02:37 PM
Rajkot Gujarat
  • રવિવારે મુખ્યમંત્રી દિલ્હી જશે : નીતિ આયોગની બેઠકમાં હાજરી

રાજકોટ,તા. 5
આગામી રવિવારે યોજાનારી નીતિ આયોગની પૂર્ણ બેઠકમાં હાજરી આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે દિલ્હી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપનાર છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત આ બેઠકમાં હાજરી આપશે.

વિપક્ષી શાસનમાંથી જો કે કેટલા મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજરી આપશે તેના પર હજી સસ્પેન્સ છે. નીતિ આયોગની બેઠકમાં દેશમાં સમયમાં પંચવર્ષિય યોજનાઓના અમલની માર્ગરેખા નિશ્ચિત થઇ છે અને રાજ્યોના પ્રશ્નો અંગે પણ બ્લુપ્રિન્ટ બને છે.


Related News

Loading...
Advertisement
Advertisement