નવીદિલ્હી, તા.5
દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20551 દર્દીઓ મળ્યા છે તો સંક્રમણથી 70 લોકોએ જીવ ગુમાવતાં મૃતકોની સંખ્યા વધીને 5,26,600 થઈ ગઈ છે.
જ્યારે ગઈકાલે 21595 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેામાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 1,35,364 છે જે કુલ કેસના 0.31% છે. કોરોનાનો પોઝિટિવીટી રેટ 5.14% છે. પાછલા 24 કલાકમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં 1114નો ઘટાડો નોંધાયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.50% છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,05,59,472 લોકોને કોરોના વેક્સિન આપી દેવાઈ છે તો કુલ 4,34,45,624 લોકો આ બીમારીમાંથી સાજા થઈ ગયા છે. દેશમાં કોરોના મહામારીની શ)આતથી અત્યાર સુધીમાં 44,47,410 સંક્રમિતો મળ્યા છે.
બીજી બાજુ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોમાં કેસ સતત વધી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.