જામનગરના મીડિયાકર્મીઓએ મેળાની મોજ માણી

05 August 2022 03:27 PM
Jamnagar
  • જામનગરના મીડિયાકર્મીઓએ મેળાની મોજ માણી

જામનગર તા.5:
જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે જામનગરના પત્રકાર જગતના તમામ સભ્યોએ ગઈકાલે રાત્રે પોતાના પરિવારજનો સાથે મેળાની રંગત માણી હતી, અને વિવિધ મનોરંજન ની રાઇડ્સ નો આનંદ મેળવ્યો હતો, અને નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ રોમાંચિત થયા હતા.

જામનગરના પત્રકાર મંડળના હોદેદારો સહિતના અન્ય પત્રકારો ફોટો જર્નલિસ્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, વેબ પોર્ટલ, સાપ્તાહિક અખબાર સાથે જોડાયેલા અનેક પત્રકાર ભાઈઓ, પત્રકાર મંડળના કારોબારીના સભ્યો વગેરે તેમના પરિવારજનો સાથે શ્રાવણિ મેળા નો આનંદ ઉઠાવ્યો હતો.

પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રાવણી મેળા માં આયોજકો સબીરભાઈ અખાણી નિલેશ મંગે તથા તેમની સમગ્ર ટીમ દ્વારા પત્રકાર મંડળના તમામ સભ્યો અને તેમના પરિવારજનોને જુદી જુદી રાઇડ્સમાં મનોરંજન કરાવ્યું હતું. પત્રકાર જગતના સભ્યો કે જેઓ સમાચાર ની દુનિયામાં અતિ વ્યસ્તતા અનુભવે છે, ત્યારે પોતાના પરિવાર સાથે સમય કાઢીને શ્રાવણી મેળાની રંગત માણવા માટે જોડાયા હતા, અને મેળાના આયોજકો નો ઉત્સાહ વધાર્યો હતો.


Loading...
Advertisement
Advertisement