જામનગરમાં લમ્પીના હાહાકાર વચ્ચે ગૌશાળામાં થતી સંભાળનું નિરિક્ષણ કરતા કમિશ્નર ખરાડી

05 August 2022 03:28 PM
Jamnagar
  • જામનગરમાં લમ્પીના હાહાકાર વચ્ચે ગૌશાળામાં થતી સંભાળનું નિરિક્ષણ કરતા કમિશ્નર ખરાડી
  • જામનગરમાં લમ્પીના હાહાકાર વચ્ચે ગૌશાળામાં થતી સંભાળનું નિરિક્ષણ કરતા કમિશ્નર ખરાડી

જામનગર તા.5: જામનગર સહિત રાજ્યભરમાં પશુઓમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે. જામનગર શહેરમાં પશુઓમાં રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા પણ આઇસોલેશન વોર્ડ અને કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ ગ્રાઉન્ડ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી તેમજ સોલીટ વેર શાખાના અધિકારીઓએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લમ્પી ગ્રસ્ત ગાયોની ચાલતી સારવારનું જાત નિરીક્ષણ કર્યું છે. તેમજ શહેરમાં અનેક જગ્યાએ ગાયોનું રસીકરણ ચાલી રહ્યું છે અને સારવાર ચાલી રહી છે તેવા વિસ્તારમાં જઈ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો હતો. એનિમલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા હતા અને ફરિયાદની નોંધણીની કાર્યવાહી પણ શરૂ કરી હતી. શહેરમાં જુદી-જુદી આઠ ટીમો દ્વારા કંટ્રોલ રૂમમાં આવતી ફરિયાદો તેમજ મૂળ ફરિયાદ ઉપરાંત વિસ્તારોમાં જાણવા મળતી અન્ય ગાયો તેમજ આજુબાજુના વિસ્તારોમાં લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે. તા.3-8-2022 સુધીમાં 556 ગાયોની સારવાર કરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement