નેત્રનિદાનના બે કેમ્પનું આયોજન

05 August 2022 03:30 PM
Jamnagar
  • નેત્રનિદાનના બે કેમ્પનું આયોજન

એચ.જે.લાલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કુલ, કૃષ્ણનગર અને શ્રી શિશુ વિહાર હિન્દી હાઈસ્કુલ, ન્યુ આરામ કોલોની જામનગર ખાતે આંખના કેમ્પ થશે

જામનગર તા.5:
જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 30 નેત્રયજ્ઞનું આયોજન શ્રી હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્રારા હાથ ધરવામાં આવ્યું છે.

આ શ્રૃંખલાના વધુ બે નેત્રયજ્ઞ આગામી તા.06-08-ર0રર ના શનિવારે સાંજે 4-00 થી 7-00 વાગ્યા દરમ્યાન શ્રી સરસ્વતી શિશુ મંદિર, (કૃષ્ણનગર શેરીનં. 4ના છેડ)ે ખાતે તેમજ તા.07-08-ર0રર રવિવારના રોજ સવારે 10-00 થી 1ર-00 વાગ્યા દરમ્યાન શ્રી શિશુ વિહાર હિન્દી હાઈસ્કુલ, (ગીરધારીલાલ જગતરામકા ભવન 80 ફુટ રોડ, ન્યુ આરામ કોલોની, રોયલ પુષ્પાપાર્ક સામે,) ખાતે આયોજન કરવામાં આવ્યા છે.

આ આંખના કેમ્પમાં નંબર કાઢી આપી જરૂરીયાત જણાય તે તમામ નાગિરકોને નંબરવાળા ચશ્માનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આ ત્રણેય નેત્રયજ્ઞમાં લાભ લેવા ત્રણેય વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારના નાગિરકોને આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે અનુરોધ ર્ક્યો છે.


Loading...
Advertisement
Advertisement