જામનગરમાં આવતીકાલથી આઇસીએ દ્વારા બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ

05 August 2022 03:34 PM
Jamnagar
  • જામનગરમાં આવતીકાલથી આઇસીએ દ્વારા બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ

સી.એ. સભ્ય અને સી.એ.ના વિદ્યાર્થીઓ આવકવેરા વિષય ઉપર પરિસંવાદ કરશે

જામનગર તા.5:
આઇસીએઆઇ ગુજરાત ની વડોદરા , રાજકોટ , જામનગર , ભાવનગર , ગાંધીધામ અને ભુજ આમ 6 શાખા ના સયુંક્ત ઉપક્રમે જામનગર ખાતે જામનગર બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા ટાઉન હોલ માં તારીખ 6 અને 7 ઓગસ્ટ, 2022ના રોજ સીએ મેમ્બર તથા સીએના વિદ્યાર્થીઓ માટે બે દિવસની ઇન્કમ ટેક્ષ પર નેશનલ કોન્ફરેંસ રાખેલ છે. અતિથિ વિશેષ તરીકે એમપી પુનમબેન માડમ, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને કમિશ્નર વિજય ખરાડી ઉદ્ઘાટન સમયે ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં દિલ્હીથી ICAI ના પ્રેસિડેંટ સીએ. (ડોક્ટર) દેબાસીસ મિત્રા, અને વાઇસ પ્રેસિડેંટ સીએ અનિકેત તલાટી ઉદ્ઘાટન સમયે વક્તવ્ય આપશે અને મેમ્બર અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

આ કોન્ફરન્સ માં ઇન્કમ ટેક્ષ ના નિષ્ણાંત વક્તાઓ દિલ્હી થી સીએ ગિરીશ આહુજા , સીએ અશ્વની તનેજા મુંબઈ થી સીએ કેતન વજાણી બેંગાલુરુ થી સીએ નવીન ખરીવાલ જી . હૈદરાબાદ થી સીએ કે.સી. દેવદાસ વડોદરાથી સીએ અભય દેસાઈ અને રાજકોટથી સીએ દીપક નિંદાણિ અલગ અલગ વિષયો પર પોતાનું વક્તવ્ય આપશે.

આ કાર્યક્રમની સફળતા માટે ફોનફેરન્સ ચેરપર્સન સીએ ચંદ્રશેખર ચિતાલે, ફોનફેરન્સ વાઇસ ચેરપર્સન સીએ રાજ ચાવલા, કોનફેરન્સ ડાઇરેક્ટર પુરુષોતમ ખંડેલવાલ, કોનફેરન્સ કોડાઇરેક્ટર સીએ દીપા ગોસ્વામી , પ્રોગ્રામ ડાઇરેક્ટર સીએ મનોજકુમાર સાહુ , સીએ જિગ્નેશ રાઠોડ, સીએ સંજય ચોતારા, સીએ આદિલ દોલા અને સીએ જહીર મેન્શન તથા જામનગર બ્રાન્ચના વાઇસ ચેરપર્સન સીએ પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ પ્રિતેષ મહેતા, ખજાનચી સીએ મહમદ સફી કુરેશી અને જામનગર બ્રાન્ચ ઓફ WCASA ના ચેરપર્સન સીએ હરદીપસિંહ જાડેજા મેનેજિંગ કમિટીના સભ્યો, સીએ જ્યદીપ રાયમંગીયા તથા પૂર્વ ચેરમેનો તથા જામનગર ના સીએ ના સભ્યો ત્થા WCASA કમિટી ના સભ્યો અને વિદ્યાર્થીઑ સભ્યો સતત પ્રયત્નો કરી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement