રાજકોટ-સૌરાષ્ટ્રમાં જાન્યુઆરીથી સ્માર્ટ પ્રિ-પેઇડ વિજમીટર

05 August 2022 03:56 PM
Rajkot Saurashtra
  • રાજકોટ-સૌરાષ્ટ્રમાં જાન્યુઆરીથી સ્માર્ટ પ્રિ-પેઇડ વિજમીટર

પીજીવીસીએલ દ્વારા 56 લાખ પ્રિ-પેઇડ મીટર માટે કરાર

રાજકોટ,તા. 5
દેશભરમાં વિજગ્રાહકોને વધુ સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષે રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી અને તેના ભાગરુપે પ્રિ-પેઇડ સ્માર્ટ વિજ મીટર લગાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકો-સૌરાષ્ટ્રમાં આગામી જાન્યુઆરીથી પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાનું શરુ થશે.

56 લાખ વિજ મીટરની સપ્લાય માટે પીજીવીસીએલ દ્વારા આજે કેન્દ્ર સરકારની કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા. પશ્ચીમ ગુજરાત વિજ કંપની લીમીટેડના મેનેજીંગ ડાયરેક્ટર વરુણકુમાર બરનવાલ તથા ચીફ એન્જીનીયર આર.જે. વાળા, સ્માર્ટ પ્રિ-પેઇડ મિટર પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીની મુલાકાતે ગયા છે અને આજે તેઓ દ્વારા કેન્દ્ર સરકારની કંપની આરઇસી પીડીસીએલ સાથે મીટર સપ્લાય માટેના કરાર કરવામાં આવ્યા હતા. શ્રી બરનવાલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 56 લાખ વિજ મીટર પૂરા પાડવા માટે કરાર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી-2023થી બે તબક્કામાં સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર લગાવવાની શરુઆત થશે.

પ્રથમ તબક્કામાં જામનગર અને ગોંડલ જેવા અમૃત સિટી, સરકારી કચેરીઓ, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોમ4ર તથા ફીડરો પર આ પ્રકારના મીટરો લગાડવાનું શરુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 23 લાખ મીટરો લગાવવાનો ટાર્ગેટ છે અને ડીસેમ્બર-2023માં તે પૂર્ણ થશે. બીજા તબક્કામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેણાંક સહિતના જોડાણોમાં આ પ્રકારના સ્માર્ટ વિજ મીટર લગાડવામાં આવશે. સમગ્ર આયોજન નક્કી કરવા માટે આવતા સપ્તાહમાં ફરી એક વખત કેન્દ્ર સરકારની કંપની સાથે બેઠક યોજવામાં આવશે અને તેમાં વિગતવાર આયોજન ઘડવામાં આવશે.

તેમના કહેવા પ્રમાણે પ્રિ-પેઇડ મીટર લગાડવાથી વિજ ગ્રાહકોને અનેકવિધ ફાયદા થશે. ગ્રાહક પોતાના વિજ વપરાશનું નિયમન કરી શકશે. ઉપરાંત પ્રિ-પેઇડ મીટર હોવાના કારણે અધવચ્ચે વીજ દર વધે તો તેમાંથી મુક્તિ મળી શકશે. વીજ બીલ ભરવાની લાઇનમાંથી મુક્તિ મળશે. મીટર રીડરને ઘરની અંદર પ્રવેશ અટકાવી શકશે. મોબાઈલ એપ આધારિત જુદી જુદી સર્વિસનો લાભ મળશે. વપરાશની માહિતી પણ મોબાઈલમાં જાણી શકશે અને મોબાઈલ એપથી રિચાર્જ પણ કરી શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement