મુંબઇ : અક્ષયકુમારની છેલ્લી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ભલે પર્દા પર કોઇ કમાલ ન દેખાડી શકી પણ બોલિવુડવાળાઓને તેની આગામી ફિલ્મ રક્ષાબંધનથી ખાસ આશાઓ છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી છે. અક્ષયની આ ફિલ્મને સેન્સર બોર્ડ (સીબીએફસી) તરફથી યુ સર્ટીફીકેટ સાથે પાસ કરી દીધી છે.ખાસ વાત એ છે કે કમિટીમાં સામેલ સભ્યોએ ફિલ્મને કોઇપણ કટ વિના પાસ કરી દીધી છે.સુત્રો અનુસાર અક્ષયની આ ફિલ્મ સાફ સુથરી ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. ડાયરેક્ટર આનંદ એલ. રાયે વિષયને ખૂબ જ સંવેદનશીલતાથી રજૂ કર્યો છે, આથી ફિલ્મમાં કોઇ પ્રકારના ઇન્ટીમેન્ટ સીનની જરુર નથી ઉભી થઇ. જાણવા મળ્યા મુજબ રક્ષાબંધન ફિલ્મનો સમય લગભગ 110 મીનીટનો છે. અર્થાત, 1 કલાક 50 મીનીટ. આ રીતે આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી ટૂંકી ફિલ્મ બની રહેશે. બોક્સ ઓફીસર પર આ ફિલ્મનો આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ સાથે ટક્કર થશે.