રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી

05 August 2022 04:13 PM
India
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી
 • રાહુલ-પ્રિયંકાની અટકાયત: સાંસદોની ટીંગાટોળી

♦ મોંઘવારી સામે કોંગ્રેસનું હલ્લાબોલ

♦ સંસદથી સડક સુધી જબરા નાટયાત્મક દ્રશ્યો સર્જાયા

♦ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન- વડાપ્રધાન આવાસ ભણી કોંગ્રેસની કૂચને અટકાવાઈ: હજારો પોલીસના ધાડા- ઠેર ઠેર બેરીકેડ છતા કોંગ્રેસનું જબરુ શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી: મોંઘવારી તથા બેરોજગારીના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષે દિલ્હીમાં સંસદથી સડક સુધી જબરો હલ્લાબોલ બોલાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તથા મહામંત્રી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પક્ષના સાંસદો અને હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસ વડામથકથી સંસદભવન ભણી કુચનું આયોજન કર્યુ હતું.

જયારે પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન આવાસને ઘેરવાના પ્રયાસ નિષ્ફળ બનાવાયા હતા પણ આ અગાઉ જબરા નાટયાત્મક દ્રશ્યો યોજાયા હતા તથા ભારે ધમાચકડી બાદ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીની પોલીસે કલમ 144ના ઉલ્લંઘન બદલ અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી પણ સંસદભવનમાં આ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા.

છેલ્લા બે દિવસથી નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસ મુદે એન્ફોર્સમેન્ટ વિભાગની આકરી કાર્યવાહીનો સામનો કરી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ પક્ષે હવે મોદી સરકાર સામે મોંઘવારી તથા બેરોજગારી વિરોધના ધરણા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટ તથા કોંગ્રેસના સાંસદો અને હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસ વડામથકે પહોંચ્યા હતા.

બાદમાં રાષ્ટ્રપતિ ભવન ભણી કૂચ ચાલુ થાય તે પુર્વે જ લાદી દેવાયેલા ભારે પોલીસ બંદોબસ્ત તથા બેરીકેડ ઉભા કરીને કૂચ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કૂચ વિજયકૂચ પહોંચે તે પુર્વે જ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હતી જયારે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ વડામથકથી આગળ વધવા નહી દેવાતા તેઓ બેરીકેડ કુદાવીને આગળ વધ્યા હતા પણ પોલીસે અટકાવતા તેઓ માર્ગ પર બેસી ગયા હતા અને અંતે તેઓની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત કોંગ્રેસના સાંસદો તથા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરવામાં આવી હતી. આ અગાઉ દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત દેશના અનેક ભાગોમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ માર્ગ પર આવીને દેખાવો કર્યા હતા. આજે દિલ્હીમાં કોંગ્રેસના સાંસદોએ કાળા કપડા પહેરીને આ વિરોધ પાર્ટીમાં સામેલ થયા હતા જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તથા રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.

સંસદમાં પણ મોંઘવારી સહિતના મુદે ધમાલ: મુલત્વી
નવી દિલ્હી: આજે કોંગ્રેસ પક્ષ મોંઘવારી વિરોધ સંસદમાં પણ જબરી ધમાલ મચાવી હતી જેના કારણે બન્ને ગૃહો મુલત્વી રાખવાની ફરજ પડી હતી. સંસદના બન્ને ગૃહોના પ્રારંભ સામે જ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ એન્ફોર્સમેન્ટ વિભાગની કાર્યવાહી સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. રાજયસભામાં કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગેએ તેમને સંસદના સત્ર ચાલું હોય છતાં પણ ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ઉપાધ્યક્ષ શ્રી વેંકયાનાયડુએ સાંસદો પણ દેશના નાગરિક પ્રથમ છે અને કાનૂન પાલન કરાવતી એજન્સીઓને ‘માન’ આપવું જોઈએ તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ મનાવ્યો બ્લેક-ડે
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા દિલ્હીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના સાંસદો કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા તથા દિલ્હીમાં કોંગ્રેસના વડામથકથી રાષ્ટ્રપતિ ભવન ભણી કૂચ સમયે પોલીસ બેરીકેડ તોડીને આગળ વધ્યા હતા. પોલીસે કોંગ્રેસના પ્રદર્શનને અટકાવવા સાંસદો તથા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી હતી જયારે સંસદભવનમાં પણ કોંગ્રેસના સાંસદોએ કાળા વસ્ત્રો પહેરીને મોંઘવારી વિરોધી દેશનો અવાજ રજુ કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement