હવાઈસીમાનું ઉલ્લંઘન ન કરવા ચીનને ભારતની સીધી ચેતવણી

05 August 2022 04:15 PM
India World
  • હવાઈસીમાનું ઉલ્લંઘન ન કરવા ચીનને ભારતની સીધી ચેતવણી

લદાખ સહિતના ક્ષેત્રોમાં છેલ્લા દોઢ માસમાં 10થી વધુ વખત ચાઈનીઝ હવાઈદળના વિમાનો ભારતીય સીમામાં ઘુસ્યા હતા: હવે સ્વીકાર્ય નહી બને

નવી દિલ્હી તા.5
એક તરફ ચીન અને તાઈવાન વચ્ચેનો તનાવ વધતો જાય છે તે વચ્ચે ચાઈનીઝ હવાઈદળના વિમાનો દ્વારા છેલ્લા દોઢ માસમાં ભારતીય હવાઈ સીમાનું કરાયેલા ભંગ મુદે આજે ભારતીય અધિકારીઓએ ચીનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે.

હવે આ પ્રકારના હવાઈ સીમા ભંગ ને ચલાવી લેવામાં આવશે નહી તેવું પણ જણાવી દીધું છે. ગત મંગળવારે પુર્વીય લદાખમાં ચુશુલ મોલ્ડોમાં ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે સૈન્ય સ્તરની વાતચીત થઈ હતી.

જેમાં ચીનની પીપલ્સ આર્મીના હવાઈદળના વિમાનોએ લદાખ સહિતના ક્ષેત્રોમાં 10 કી.મી. અંદર ભારતીય સીમા પર ઉડ્ડયન કર્યુ હતું જેને ભારતે અસ્વીકાર્ય ગણાવ્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારના હવાઈસીમાનું ઉલ્લંઘન ન થાય તે જોવા પણ તાકીદ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement