જડેશ્વર મહાદેવનો સોમવારે પ્રાગટ્ય દિન : રવિવારથી બે દિ’ લોકમેળો

05 August 2022 04:24 PM
Morbi
  • જડેશ્વર મહાદેવનો સોમવારે પ્રાગટ્ય દિન : રવિવારથી બે દિ’ લોકમેળો
  • જડેશ્વર મહાદેવનો સોમવારે પ્રાગટ્ય દિન : રવિવારથી બે દિ’ લોકમેળો

► વાંકાનેરથી 10 કિ.મી. દૂર રતનટેકરી પર લીલીછમ વનરાઈ વચ્ચે બિરાજતા

► નિજ મંદિરેથી ડીજેના સથવારે દાદાની પાલખીયાત્રા નિકળશે

(લિતેશ ચંદારાણા દ્વારા)વાંકાનેર,તા. 5
વાંકાનેર શહેરથી દસ કિ.મી. દૂર આવેલ પુરાણ પ્રસિધ્ધ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિન ધામધુમથી ઉજવાશે. આ પ્રસંગે પરંપરાગત યોજાતો લોક સાંસ્કૃતિક મેળો પણ મંદિરના નીચેના ભાગે તળેટીમાં રવિ-સોમ બે દિવસ ભરાશે. ભાવિકો મન ભરી મેળાની મજા માણશે.

વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલા ડુંગરાઓની હારમાળામાં એક ડુંગર જે રતનટેકરી તરીકે ઓળખાય છે. આ ટેકરી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ શિવધામ સ્વયંભુ જડેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય મંદિર આવેલ છે.આ મંદિરના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામસાહેબ ઉપરાંત વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ, ભગો ભરવાડ, ગૌમાતાનું શિવલીંગ ઉપર દુધાભિષેક સહિતના અનેક પરચા અને યાદગાર પ્રસંગો જોડાયેલા છે. ઇતિહાસ તો ઘણો લાંબો છે તેથી ટુંકો સાર સાથે ઉપરોક્ત પ્રસંગોનું વર્ણાવેલ છે.

આ ભવ્યતાથી ભવ્ય મંદિરમાં ગૌશાળા-પક્ષીઓને નિયમીતચણ આવા સારા કાર્યો સાથે આ વિશાળ મંદિરમાં ભાવિકો અને ભુદેવોને રહેવા-જમવાની પણ વ્યવસ્થા દાદાના મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે. શ્રાવણ માસ શરુ થતા પહેલા જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ભુદેવો અહીંયા પહોંચે છે જેને મંદિર તરફથી રહેવા માટે રુમની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ બ્રહ્મદેવો આખો શ્રાવણ માસ અહીં જ રહે છે અને શ્રી જડેશ્વર દાદાનું પૂજન-અર્ચન-લઘુરુદ્ર કરી ધન્યતા અનુભવે છે.

રવિવારે સવારે 10 કલાકે મેળો ખૂલ્લો મૂકાશે
સ્વયંભુ જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતો લોક સાંસ્કૃતિક મેળાનું રવિવારે મંદિરના મહંત પુજારી તેમજ રાજકીય, સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દાદાની તસવીર સમક્ષ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવશે. આ પ્રસંગે કોઠારીયા ગામની શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ દ્વારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે.


Loading...
Advertisement
Advertisement