સુરેન્દ્રનગરમાં સવારથી મેઘરાજાની સટાસટી: વઢવાણમાં બે કલાકમાં 4.5 ઇંચ

05 August 2022 04:27 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં સવારથી મેઘરાજાની સટાસટી: વઢવાણમાં બે કલાકમાં 4.5 ઇંચ
  • સુરેન્દ્રનગરમાં સવારથી મેઘરાજાની સટાસટી: વઢવાણમાં બે કલાકમાં 4.5 ઇંચ

ધ્રાંગધ્રામાં સાડા ત્રણ, લીંબડીમાં અઢી, મુળીમાં દોઢ ઇંચ: બોટાદ અને ગઢડામાં ધોધમાર ચાર ઇંચ: મોરબી, પોરબંદર, ભાવનગર જિલ્લામાં પણ મેઘસવારી

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.5
ચોમાસા દરમિયાન અત્યાર સુધી પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારથી મેઘ રાજા એ સટાસટી બોલાવી છે. અને સમગ્ર જિલ્લામાં વરસાદ ખાબકયો છે. વઢવાણમાં બપોરે 12 થી 2માં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની હાલત સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં અઢી ઇંચ,મુળીમાં દોઢ ઇંચ, સાયલામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત બોટાદ પણ પાણી પાણી થઇ ગયું હતું. અને ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઢડામાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. મોરબી, પોરબંદર, અમરેલી, ભાવનગર, જામનગરમાં પણ મેઘ સવારી હોવાના અહેવાલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણ છવાયેલું છે ત્યારે સવારના 11:30 વાગ્યે વરસાદ શરૂ થયો હતો ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા સુરેન્દ્રનગર શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે હજુ પણ વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ શરૂ છે.

ધાંગધ્રામાં પણ એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને ધાંગધ્રામાં પણ ચારેકોર પાણી પાણી થઈ જવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પણ વરસાદી માહોલ વચ્ચે હાલ માં વરસાદ શરૂ છે અને જ્યાં પણ અઢી કલાકની અંદર એકાદ એક જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે ચુડા તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મંદિરની છત ઉપર વીજળી પડવાના કારણે સામાન્ય નુકસાન થયું છે અને ચુડામાં પણ હાલમાં વરસાદ શરૂ થયો છે. લખતરમાં પણ વરસાદી વાતાવરણ વચ્ચે હાલમાં વરસાદ શરૂ થતા અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

મુળી તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ હજુ વરસાદ શરૂ થયો નથી સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના તાલુકામાં સામાન્ય થી લઈ અને એક થી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે શ્રાવણ માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે.


Loading...
Advertisement
Advertisement