દેશની 70 વર્ષની લોકશાહીને આઠ વર્ષમાં બરબાદ કરી દેવામાં આવી છે: રાહુલનો સીધો પ્રહાર

05 August 2022 04:49 PM
India Politics
  • દેશની 70 વર્ષની લોકશાહીને આઠ વર્ષમાં બરબાદ કરી દેવામાં આવી છે: રાહુલનો સીધો પ્રહાર

* સુપ્રીમ કોર્ટ સહિત તમામ સંસ્થાઓ આરએસએસ-ભાજપના કબ્જામાં: કોંગ્રેસ નેતા

* ફકત ચાર લોકોની તાનાશાહી આજે દેશમાં ચાલે છે

નવી દિલ્હી તા.5
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશમાં ચાર લોકોની તાનાશાહી પ્રવર્તી રહી છે. 70 વર્ષમાં દેશનાં લોકતંત્રને બનાવવામાં ગયા અને આઠ વર્ષમાં તે ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજે મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ કોંગ્રેસના ધરણા પ્રદર્શન પુર્વે પક્ષના વડામથકે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે હું જેટલું સાચુ બોલીશ તેટલું મારા પર વધુ આક્રમણ થશે.

હું મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ બોલીશ. આજે કેન્દ્રીય એજન્સીની મારફત લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આજે દેશની તમામ સંસ્થાઓ આરએસએસના હાથમાં છે જે રીતે જર્મનીમાં હિટલરે તાનાશાહી ચલાવી હતી તે રીતે ભારતમાં તાનાશાહીનો પ્રયાસ થઈ રહ્યો છે.

રાહુલે આજે આકરા શબ્દોમાં મોદી સરકારને આડે હાથે લીધી હતી અને કહ્યું કે નાણામંત્રીને કયાંય મોંઘવારી દેખાતી નથી જયારે દેશનાં લોકો પીડાઈ રહ્યા છે તેની સામે મોદી સરકાર સીબીઆઈ અને ઈડીની મદદથી વિપક્ષનો અવાજ બંધ કરવા કોશીશ કરી રહી છે.

રાહુલ ગાંધીએ ઈડી અંગેના સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે જ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આજે દેશમાં કોઈપણ સંસ્થા સ્વતંત્ર નથી. અમે એક રાજકીય દળ સામે લડી રહ્યા નથી પરંતુ લોકશાહી બચાવવાનો અમારો જંગ છે.


Related News

Loading...
Advertisement
Advertisement