મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણ ફરી વિલંબમાં: શિંદે સરકારની મુશ્કેલી વધી

05 August 2022 05:23 PM
India Politics
  • મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણ ફરી વિલંબમાં: શિંદે સરકારની મુશ્કેલી વધી

હવે નવી ચૂંટણીનો દાવ પણ ખેલવાની તૈયારી: સુપ્રીમના ચૂકાદા બાદ નિર્ણય

મુંબઈ તા.5
મહારાષ્ટ્રમાં એક માસથી વધુ જુની શિવસેના બાગીજૂથ તથા ભાજપની સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ ફરી એક વખત વિલંબમાં ગયું છે. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે શિવસેનાના બાગીજૂથને માન્યતા આપવા મુદે ચૂંટણીપંચને હાલ કોઈ નિર્ણય નહી લેવા જણાવતા હવે આ સરકારનું ભાવી સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર ગયું છે અને સર્વોચ્ચ અદાલત બાગી ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા કે કેમ તે અંગે બંધારણીય બેંચને જો વિવાદ સોંપે તો સરકારનું વિસ્તરણ કરવું મુશ્કેલ બની જશે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો જો શિંદે જૂથ વિરોધી આવે તો વિધાનસભા વિસર્જન અને ગુજરાતની સાથે નવી ચૂંટણી યોજવાનો માર્ગ પણ ભાજપ દ્વારા વિચારાઈ રહ્યો છે અને તેમાં જો કે શિંદે જૂથની ભૂમિકા અંગે પણ પ્રશ્નાર્થ છે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી શિવસેનાની માન્યતા અંગે પ્રશ્ન લટકતો રહેશે અને આ સ્થિતિમાં રાજયમાં ભાજપ નવી ચૂંટણીનો દાવ ખેલી શકે છે.

મહારાષ્ટ્રમાં 15 જીલ્લાની ગ્રામપંચાયત ચૂંટણીમાં શિવસેના-શિંદે જૂથને સફળતા
મહારાષ્ટ્રમાં 15 જિલ્લાની 238 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં શિવસેના અને એકનાથ શિંદે જૂથ બંનેને સફળતા મળી રહી છે જયારે ભાજપ માટે આ ચૂંટણીના પરિણામો આંચકાજનક સાબીત થાય તેવા સંકેત છે.

સોલાપુરમાં શિવસેના અને ઔરંગાબાદમાં શિંદે જૂથના ઉમેદવારોને બહુમતી મળી છે જયારે ભાજપ માટે હજુ ખાતુ ખોલવાનું બાકી છે. જેને કારણે નવેસરથી સમીકરણો સર્જાય તેવી શકયતા પણ નકારાતી નથી.


Related News

Loading...
Advertisement
Advertisement