ભાજપના સાંસદનો દાવો - ઝારખંડમાં 1800 શાળાઓમાં શુક્રવારે રજા, NIA તપાસની માંગ

05 August 2022 05:26 PM
India
  • ભાજપના સાંસદનો દાવો - ઝારખંડમાં 1800 શાળાઓમાં શુક્રવારે રજા, NIA તપાસની માંગ

ભાજપના સાંસદે કહ્યું કે, ઝારખંડમાં ઈસ્લામીકરણ થઈ રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વસ્તીનું સંતુલન બદલાયું છે

ન્યુ દિલ્હી :
ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે લોકસભામાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દેશ ઈસ્લામીકરણ તરફ આગળ વધી રહ્યો છે. ઝારખંડમાં 1800 શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા મળી રહી છે.

તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA ) દ્વારા થવી જોઈએ. દુબેએ લોકસભામાં કહ્યું, ઝારખંડમાં ઈસ્લામીકરણ થઈ રહ્યું છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વસ્તીનું સંતુલન બદલાયું છે. બાંગ્લાદેશ નજીકમાં હોવાથી આવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું, અચાનક જોયું કે ઝારખંડમાં એવી 1800 શાળાઓ છે જેણે પોતાના નામમાં ઉર્દૂ શબ્દ લગાવ્યો છે. આ શાળાઓમાં રવિવારની રજા નથી પરંતુ શુક્રવારે રજા રાખવામાં આવી રહી છે. આને કોઈપણ કિંમતે સહન ન કરવું જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement