તા.12ના રોજ ફાઈવ-જી સ્પેકટ્રમ કંપનીઓને મળી જશે: ચાલુ માસમાં જ રોલઆઉટ

05 August 2022 05:28 PM
India
  • તા.12ના રોજ ફાઈવ-જી સ્પેકટ્રમ કંપનીઓને મળી જશે: ચાલુ માસમાં જ રોલઆઉટ

રિલાયન્સ જીયો તથા એરટેલ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ સાથે જ ફાઈવ-જી સેવા શરૂ કરવા તૈયારી: વોડાફોન-આઈડીયાની સેવા વિલંબમાં પડી શકે

નવી દિલ્હી તા.5
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ ફાઈવ-જી સેવા લોન્ચ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા તા.12 ઓગષ્ટના રોજ તમામ ત્રણ ટેલીકોમ કંપનીઓને ફાઈવ-જી સ્પેકટ્રમની એલોટમેન્ટ કરી દેવામાં આવશે. જો કે રિલાયન્સ જીયો, એરટેલ તથા વોડાફોન-આઈડીયામાંથી સર્વપ્રથમ રિલાયન્સ જીયો દ્વારા પુરા દેશમાં ફાઈવ-જી રોલઆઉટ કરવાની તૈયારી છે.

રિલાયન્સ જીયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે અમે પુરા ભારતમાં ફાઈવ-જી રોલઆઉટ કરી રહ્યા છીએ અને વિશ્વ સ્તરની સેવાઓ આપશું. જો કે ફાઈવ-જીના કિંમત અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય ટેલીકોમ કંપનીઓ કરતા ફોર-જી સેવાના ભાવમાં રિલાયન્સ જીયોના સૌથી સસ્તા છે અને તેથી ફાઈવ-જી પણ સસ્તી હશે તેમ મનાય છે.

એરટેલ પણ ચાલુ મહિનામાં ફાઈવ-જીનું કોમર્સીયલ લોન્ચીંગ કરશે અને તેના દર ફોર-જી કરતા 15 ટકા વધુ હોઈ શકે છે જયારે વોડાફોન-આઈડીયાએ ફોરજી ગ્રાહકોને પ્રીમીયમ સાથે ફાઈવ-જી સેવા આપવાની જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement