ગુજરાતમાં સ્વાઇન ફલુએ માથુ ઉંચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું

05 August 2022 05:32 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં સ્વાઇન ફલુએ માથુ ઉંચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું

◙ રાજયમાં મંકી પોકસ અને કોરોનાના કેસો વચ્ચે

◙ ગાંધીનગરમાં ફાર્મા પ્રદર્શનમાં આરોગ્ય મંત્રીએ રાજયમાં સ્વાઇન ફલુનું પ્રમાણ વધ્યાનું સ્વીકાર્યુ

ગાંધીનગર, તા. 5
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સ્વાઇનફલૂ એ માથું ઉચકતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.જયારે મંકી પોકસ નું ઝડપી નિદાન થાય તે માટે જિલ્લા કક્ષાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે સ્વાઇન ફલૂ નું પ્રમાણ વધુ જોવા મળ્યું હોવાનો સ્વીકાર ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કર્યો છે.

ગાંધીનગર હેલિપેડના પ્રદર્શની સેન્ટર ખાતે આજથી ફાર્મા ક્ષેત્રનું મોટું પ્રદર્શન શરૂ થયું છે. જેમાં દેશના તમામ રાજ્યોના 300 થી વધુ ફાર્મસીટીકલ ક્ષેત્રના ઉદ્યોગકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેના શુભારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લુનું પ્રમાણ ગુજરાતમાં વધારે જોવા મળ્યું છે.

ત્યારે સ્વાઇન ફલૂ ના જેમ જેમ કેસ સામે આવે છે.તેમ તેમ આરોગ્ય વિભાગ ગંભીરતા થી સારવાર આપી રહ્યું હોવાનો દાવો ઋષિકેશ ભાઈ પટેલે કર્યો છે. તો બીજી તરફ જામનગર માં શંકાસ્પદ મંકી પોક્સ કેસ બાબતે આરોગ્ય મંત્રી એ નિવેદન આપ્યું હતું કે જામનગર માં ડિટેકટ થયેલા આ કેસમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ મંકી પોક્સ ના કેસમાં લક્ષણો દેખાય એટલે તરત તેની સારવાર ઝડપી મળે તે હેતુથી તમામ જિલ્લા મથકે મંકી પોક્સના નિદાન માટેની વ્યવસ્થા ગોઠવી હોવાનો દાવો આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ એ કર્યો છે.

ઉપરાંત તેમણે કહ્યું કે આજે સમગ્ર રાજ્યમાં ટીડી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યની અલગ અલગ સ્કૂલ ના બાળકો તેમજ 23 લાખ જેટલી સગર્ભા માતાને આવરી લેવામાં આવશે.

જોકે છેલ્લા 2 વર્ષ થી કોરોનાના લીધે આ અભિયાન શરૂ કરી શક્યા નહોતા. પરંતુ આ વેકસીન થી બાળકો ને બીજા રોગો સામે પણ રક્ષણ મળશે.જ્યારે 1 હજાર જેટલી ટિમો આ કાર્ય માં જોડાઈ છે. એટલું જ નહીં રાજ્યની 50 હજાર જેટલી શાળા ઓમાં પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું આરોગ મંત્રી ઋષિકેશ ભાઈએ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement