નવી દિલ્હી તા.5
દેશમાં ધાર્મિક સંસ્થાઓ તથા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતા ભાવીકો માટેના રહેણાંક (ગેસ્ટહાઉસ)ની સુવિધામાં જે ચાર્જ વસુલાય તેના પર રૂા.1000 પ્રતિ રૂમ પ્રતિ રૂમ ચાર્જ પર કોઈ જીએસટી વસુલવામાં આવશે નહી.
લોકસભામાં આજે આ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘સરાઈ’ એટલે કે રહેણાંક ગેસ્ટહાઉસ કે જે ધાર્મિક સંસ્થા કે ચેરીટેબલ ટ્રસ્ટ તેના દ્વારા ભાવીકો માટે ચલાવાતા હોય ત્યાં જીએસટી લાગુ થતો નથી અને તેમાં રૂા.1 હજાર પ્રતિદિન પ્રતિ રૂમ સુધીના ભાડામાં જીએસટી વસુલાશે નહી.