રાજકોટ, તા.5 : હાલમાં ન સરકારે મહેસુલી નિયમોમાં ફેરફાર કર્યા, પણ બિનખેતીમાં ઉત્તરોતર ખરાઈની સમસ્યા હજુ ઊભીને ઊભી છે. બિનખેતી માટે અરજદાર જાય ત્યારે 1955થી થયેલી નોંધો માંગવા આવે છે, ખુદ તંત્ર પાસે જ આ રેકર્ડ હોતો નથી તો ખેડૂત કેમ ખરાઈ કરે? વકીલોનો આ સીધો સવાલ છે. જે અનેક રજુઆત પછી પણ સરકારના કાન સુધી પહોંચ્યો નથી! ઉત્તરોતર ખરાઈ ન થઈ શકવાના કિસ્સામાં બિનખેતી લાયક ફાઈલો પણ રદ કરી દેવામાં આવે છે, અધિકારીઓની ભૂલની સજા ખેડૂત અરજદારે ભોગવવી પડે છે. વકીલોએ મુશ્કેલીઓ વર્ણવતા ’સાંજ સમાચાર’ને જણાવ્યું કે, કલેકટર કચેરીમાં જયારે બીનખેતીની અરજી દાખલ કરવામાં આવે
► બિનખેતી માટે અરજદાર જાય ત્યારે 1955થી થયેલી નોંધો માંગવામાં આવે છે, ખુદ તંત્ર પાસે જ આ રેકર્ડ હોતો નથી તો ખેડૂત કેમ ખરાઈ કરે? વકીલોનો સીધો સવાલ
ત્યારે કલેકટર દ્વારા જમીનના ઉતરોતરના માલીકો એટલે કે ઉતરોતરના કોઈપણ વ્યક્તિએ જો જમીન ખ2ીદ કરેલ હોય તો તે ઉતરોતર ખરીદનારના ખેડુત ખરાઈના આધારો માંગવામાં આવે છે, આવા કિસ્સામાં હાલના માલિક એટલે કે, બીનખેતી કરાવનાર અરજદાર આવા ઉતરોતરના માલીકોને ઓળખતા પણ નથી હોતા, તો તેઓ આવા વ્યક્તિની ખેડુત ખરાઈ કેવી રીતે કરાવી શકે ? જેવી કે ઉતરોતરના ખરીદનારે જમીન ખરીદ કરી ત્યારે કયાં ગામના ખાતેદાર હતા? તેમજ જે ગામના ખાતેદાર હોય અને તે જમીન પણ ખરીદ કરેલ હોય તો ત્યારે તેઓ કયાં ગામના ખાતેદાર હતા? વગેરે પ્રશ્નો આવે છે.
આવા કિસ્સામાં અરજદારો ઉતરોતરના કોઈ વ્યકિતને ઓળખતા પણ ન હોય કે, ઓનલાઈન 7/12 તથા હકકપત્રક નં.6 ની નોંધોમાં પણ ખરીદનાર ક્યાં ગામના ખાતેદાર ખેડુત હતા તેવી કોઈ સ્પષ્ટ પુર્તતા કરવામાં આવેલ ન હોય ત્યારે આવી ખેડુત ખરાઈ કરવી અશકય બની જાય છે અને કલેકટર દ્વારા બીનખેતીની આવી અરજી રીજેકટ કરવામાં આવે છે. ખરેખર જોવામાં આવે તો બીનખેતીના કિસ્સામાં કલેકટરે માત્ર એટલી ખરાઈ કરવાની હોય છે કે, બીનખેતી કરાવનાર અરજદાર કાયદેસર ખાતેદાર ખેડુત છે કે કેમ? બીનખેતી કરાવનાર અરજદાર જે જમીન ધારણ કરે છે
► ઉત્તરોતર ખરાઈ ન થઈ શકવાના કિસ્સામાં બિનખેતી લાયક ફાઈલો પણ રદ કરી દેવામાં આવે છે, અધિકારીઓની ભૂલની સજા ખેડૂત અરજદારે ભોગવવી પડે છે
તે જમીનનું ટાઈટલ કલીયર છે કે કેમ ? બીનખેતી થતી જમીન ઉપર સરકારનું કોઈ લેણું બાકી નથી ને? આવા સવાલો ચકાસવાના હોય છે, પરંતુ કલેકટર દ્વારા જમીનના ઉતરોતરના માલીકોની વેચાણના કિસ્સામાં ખેડુત ખરાઈ ક2વામાં આવે છે. વકીલો માને છે કે આ તદ્દન અયોગ્ય અને ગેરવ્યાજબી છે. મોટાભાગના કેસમાં આવી ખેડુત ખરાઈ થઈ શકેલ ન હોવાના કારણસર અ2જીઓ રીજેકટ ક2વામાં આવેલ છે અને જમીનનું ટાઈટલ ડીસ્યુટેડ બની જાય છે.ખરેખર જો જમીનનો ઉત રોત ર નો માલીક ગેરકાયદેસર રીતે ખાતેદાર થયેલ હોય તો પણ આ ભુલનો ભોગ હાલના માલીકને બનાવી ન શકાય. કારણ કે આવી નોંધ પ્રમાણીત કરનાર અધિકારીની ભુલ કહી શકાય. આ ભૂલની સજા નિર્દોષ જમીન ખરીદનાર અરજદારને આપવામાં આવે છે.
બે વર્ષથી જ આ સિસ્ટમ અમલી છે
વકીલો દ્વારા જણાવાયું કે, છેલ્લા બે વર્ષથી જ આ ઉત્તરોતર રજૂ કરી તેની ખરાઈ કરવાની સિસ્ટમ અમલી છે. આ પહેલા આવી કોઈ પ્રક્રિયા જ નહોતી. આ બે વર્ષમાં અનેક બિનખેતીના કેસો આ વાંકે જ અટકી પડ્યા છે. આ સિસસ્ટમ એવી છે કે, છેલ્લા 20 - 25 વર્ષથી જે વ્યક્તિ ખેડૂત છે. ખેતી કરે છે. તેના 7/12, 8/અ છે. છતાં તેને તંત્ર ખેડૂત માનવા તૈયાર નથી.
આ સમસ્યાથી અધિકારીઓ ખુદ વાકેફ, સરકારમાંથી સુધારા ઠરાર કરાવી લાવવા સલાહ આપે છે
બિનખેતીના કેસમાં જમીનના ઉત્તરોતર 1955થી માંગવામાં આવે છે. જો કોઈ ગામડામાં તલાટીથી રેકર્ડ સચવાયું ન હોય, જો કોઈ હોનારત કે પૂરના સમયમાં રેકર્ડ તણાઈ ગયું હોય તો આવા કિસ્સામાં નોંધો શોધવી અશક્ય બની જાય છે. આ અંગે બિનખેતીના કેસો સાથે જોડાયેલા તમામ અધિકારીઓ વાકેફ છે. સરકારના આ અધિકારીઓ જ અનેક વખત વકીલ અને અરજદારોને સલાહ આપતા હોય છે કે, સ2કા2માંથી આ અંગેનો સુધા2ા ઠરાવ પસાર કરાવી લાવો. એટલે કે અધિકારીઓ પણ આ સિસ્ટમથી જાણકાર છે અને સુધારો કરવાનો અભિપ્રાય આપે છે પણ હવે સરકાર આમા શું ફેરફાર કરે છે તે જોવું રહ્યું.
સમસ્યાનું આ છે સમાધાન : તલાટી દાખલો કાઢે કે, ‘રેકર્ડ ઉપલબ્ધ નથી’ તો તે માન્ય રાખવામાં આવે
રેવન્યુ પ્રેક્ટિસના નિષ્ણાંત સિનિયર ધારાશાસ્ત્રીઓ માને છે કે, ભલે 1955થી ઉત્તરોતર ખરાઈ માંગવામાં આવે. પણ જે જે ગ્રામ પંચાયતમાં પૂરમાં હોનારતમાં, વાવાઝોડાથી કે અન્ય કોઈ કારણો સર રેકર્ડ ગુમ છે તે ગામના તલાટી દાખલો કાઢી આપે કે, રેકર્ડ ઉપલબ્ધ નથી, અને આ દાખલો બિન ખેતી કરતી વખતે ખુદ કલેકટર માન્ય રાખે. આમ કરવામાં આવે તો રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો અને ખેડૂત અરજદારોની સમસ્યાનું સમાધાન થઈ શકે છે.