હોટલ-ઢાબામાં ચેકિંગ: 52.36 લાખની વિજચોરી ઝડપાઈ

05 August 2022 06:04 PM
Rajkot Crime
  • હોટલ-ઢાબામાં ચેકિંગ: 52.36 લાખની વિજચોરી ઝડપાઈ

રાજકોટ,તા.5
પીજીવીસીએલ દ્વારા જામનગર સંકલ વિસ્તારમાં આવેલ હોટેલ, ઢાબા, અને રહેણાક વિસ્તારોમાં સઘનવિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમા તા.3ના રોજ અંદાજે 23 લાખ 20 હજારની વીજચોરી પકડી પાડવામાં આવી છે. આ ઉપરાંત ગઈ કાલે ચેકીંગ દરમ્યાન 29 લાખ 16 હજારની વિજ ચોરી મળી આવી હતી. આમ કુલ બે દિવસમાં પર લાખ 36 હજાર રૂપિયાની ચોરી પકડી પાડી હતી.

વિજ ચેકિંગ દરમ્યાન રમેશભાઈ રાજાભાઈ ડોડીયાતર (પ્રભાત હોટલ) નવાદ્રા માંથી 6 લાખ પર હજાર ધારાભાઈ પુંજાભાઈ કરમટાના પંજાબી ઢાબા દ્વારકા માંથી 10 લાખ 64 હજારની રણજીતસિંહ ચૌહાણના ખોડીયાર હોટલ કુવાડીયા માંથી 4 લાખ 50 હજાર, સુરેશભાઈ નરીયાપરાના કોમશ્યિલ, લીંબડી ખાતેથી સલાયા અબુભાઈ રૂખડા હર્ષદપુરા માંથી 2 લાખ ઘેલુભાઈ સાખરાના લીમડી માંથી 50 હજાર, સહિત કુલ 7 સ્થળોપર ગેરરિતી માલુમ પડતા અંદાજીત 29 લાખ 16 હજારની વિજચોરી પકડાય હતી. તા.03-4/08/2022 દરમ્યાન પી.જી.વી.સી.એલ. જામનગર સર્કલ વિસ્તારમાં આવેલ હોટેલ, ઢાબા વિગેરે જગ્યાએ સધન વિજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ.

જેમાં સાગરભાઈ બીપીનભાઈ ચાવડા (પ્રજાપતિ ફૂડસ, પેટા વિભાગીય કચેરી, નગરીસીમ) ગામ : જામનગર માં 16 લાખ, ગોહિલ સહદેવસિંહ મનુભા (કુબેર હોટેલ, ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી, ખંભાળિયા) ગામ: વડાલિયા સિહનમાં 06 લાખ, (3) માથેર આલા કરશન (શિવલહેરી હોટેલ, ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી, જામનગર) ગામ : વસઈમાં 1 લાખ 20 હજારની વીજ ચોરી સહિત કુલ 03 સ્થળોએ ગેરરિતી માલુમ પડતા અંદાજીત રૂપિયા 23 લાખ 20 હજારની વિજ ચોરી પકડી પાડી હતી. જેના અનુસંધાને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ ધ્વારા ફરીયાદો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે


Related News

Loading...
Advertisement
Advertisement