રાજકોટ:તા.05 : સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર ક્વાર્ટરમાં રહેતાં રીક્ષા ચાલક હિતેશભાઈ રાજુભાઇ કાવડીયા (ઉ.વ.23) ગત રોજ પોતાની રીક્ષા લઈ પેસેન્જરની રાહ જોઈ બેઠા હતાં ત્યારે ઘસી આવેલા હાજી નામના રીક્ષા ચાલકે તે કેમ બીજા રીક્ષા વાળાઓને અહીંથી પેસેન્જર ભરવા દેશો કહી ઝઘડો કરી પાઈપથી હુમલો કર્યો હતો જેમાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલે ખસેડાયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. બીજા બનાવમાં પોપટપરા 14 માં આવેલ ગામેતી એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં હસીનાબેન એહમદભાઈ જુણેજા ગત રોજ વહેલી સવારે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પટકાયા હતાં જે અંગે પરિવારને જાણ થતાં તાત્કાલિક સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર નગર પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્ત મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે તેમની માતા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાઈ છે જેથી વહેલી સવારે પગથિયા સમજી બાલ્કનીમાંથી નીચે પટકાયા હતાં.