રાજકોટ તા.5 : બેટી (રામપર)માં આવેલ મંદિરના ઓટલે તીનપતીનો જુગાર રમતા બે પરપ્રાંતીય સહીતના સાત જુગારીઓને રૂા.66800ના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર એરપોર્ટ પોલીસ મથકના પી.આઈ. વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જે.એલ.બાળા, હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ અને યશપાલસિંહને મળેલ ચોકકસ બાતમીના આધારે બેટી (રામપરા)માં આવેલ રામજી મંદિરના ઓટલે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા જયેશ ભવાનભાઈ વણોલ રહે. કોઠારીયા રોડ, વીરાટ નગર શેરી નં.5, રસીક રાજા બાવળીયા રહે. બામણબોર, અજીત જુગેશ્ર્વર મંડલ, રહે. બામણબોર છબીલદાસ મોહનદાસ દુધરેજીયા રહે. રામપરા, વિજય ચંદુ રાઠોડ, રહે. કુવાડવા પદ્મલાભ અમીનો પાત્ર રહે. બામણબોર મુળ ઓરીસા ભરત વાઘજી કુગસીયા રહે. રામપરા ને રોકડ રૂા.21800 અને મોબાઈલ ફોન 6 મળી રૂા.66800ના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.