રાજકોટ તા.05 : રૈયાધાર 13માળીયા ક્વાર્ટરમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 24 બોટલ સાથે વિવેક ચાવડાને રૂ.20 હજારના મુદ્દામાલ સાથે દબોચ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર એલસીબી ઝોન 2 ના પીએસઆઇ એ એલ બારસિયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલ ચોક્કસ બાતમીના આધારે રૈયાધારમાં આવેલ 13 માળીયા ક્વાર્ટરમાં રહેતાં વિવેક જીતુ ચાવડા(ઉ.વ.22) ના મકાનમાં દરોડો પાડી અંદર છુપાવેલ વિદેશી દારૂની 24 બોટલ રૂ.20 હજારના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ હાથ ધરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી મૂળ કોડીનારનો રેહવાસી અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમજ મકાન ભાડે રાખી દારૂ વહેંચવાનું ચાલુ કર્યું’તું’ અને દારૂનો જથ્થો રાજકોટના સપ્લાય આશિષ પાસેથી મેળવ્યાનુ કબુલતા શોધખોળ આદરી હતી.