રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ

05 August 2022 06:12 PM
Rajkot
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ
  • રાજકોટમાં મોડીરાત્રે આવારા તત્વોનો આતંક : 10 વાહનોમાં તોડફોડ

► જામનગર રોડના સ્લમ ક્વાર્ટર, ભીસ્તીવાડ, હુડકો, હુસેની ચોકમાં પાર્ક કરેલી કાર-રીક્ષાઓ મળી 10 જેટલા વાહનોના કાચનો કચ્ચરઘાણ બોલાવી દીધો

► વહેલી સવારે લતાવાસીઓ એકઠા થયા : વાહન માલીકો પોલીસ મથકે દોડી જતા પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ,તા. 5
રાજકોટમાં મોડીરાત્રે જામનગર રોડ પર હુડકો ક્વાર્ટર, ભીસ્તીવાડ, સ્લમ ક્વાર્ટર, હુસેની ચોક વિસ્તારમાં વાહનચાલકોએ પાર્ક કરેલા વાહનોમાં બે શખ્સોએ આતંક મચાવી તોડફોડ કરતા વહેલીસવારે લતાવાસીઓ એકઠા થઇ ગયા હતા અને પ્ર.નગર પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ હુડકો ક્વાર્ટર શેરી નં. 5માં રહેતા રફીકભાઈ ઓસમાણભાઈ દલ (ઉ.વ.35) નામનાં યુવકે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા કલમ 427, અને 114 મુજબ કાર્યવાહી કરી હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ રાજપુતે તપાસ શરુ કરી છે. રફીકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ડ્રાઈવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમની પાસે જીજે 03 બીએક્સ 4125 નંબરની રીક્ષા તેમજ જીજે 03 એચઆર 5227 નંબરની ઇકો ગાડી છે. રાત્રિના બે વાગ્યાના સમયે ઘર નજીક આવેલા હુસેની ચોકમાં આશિકાના હુસેન કમિટીની સબીલે વાએઝ રાખી હતી. જે વાએઝ પુરી થતાં રફીકભાઈ તેમજ સોસાયટીમાં રહેતા લોકો ઘરે સુવા માટે ગયા હતા અને રફીકભાઈ પોતાના ઘરે સૂતા હતા

ત્યારે સવા ત્રણેક વાગ્યે સબીલ પાસે લતાવાસીઓ એકઠા થઇ ગયા હોવાનું માલુમ પડતા રફીકભાઈ ત્યાં ગયા હતા અને સબીલ પાસે ગયા ત્યારે તેઓને જાણવા મળ્યું કે વિસ્તારમાં બે અજાણ્યા વ્યક્તિ બાઈક લઇ શેરીમાં નીકળ્યા હતા અને તેઓ પાસે રહેલા ધારદાર હથિયારથી રીક્ષા, કાર તેમજ પીકઅપ વાહન સહિતના 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી મોટુ નુકસાન કર્યું હતું અને આરોપીઓ ત્યાંથી નાશી જઇ સિંધી કોલોની તરફ જતા રહ્યા હતા અને હુડકો ક્વાર્ટર મેઇન રોડ પર પાર્ક કરેલી જીજે 03 એચઆર 5227 નંબરની ઇકો અને જીજે 03 બીએક્સ 4125 નંબરની રિક્ષાના કાચ તોડી નાખ્યા હતાં.

તેમજ વિસ્તારનાં રહેતા અન્ય એક વ્યક્તિએ રસ્તા પર પાર્ક કરેલી જીજે 03 એએચ 2592 નંબરની કાર, જીજે 03 એચઆર 7862 નંબરની કાર, જીજે 03 જેસી 8358 નંબરની ઇન્ડીગો મોટર કાર, જીજે 03 બીયુ 1971 નંબરની રિક્ષા, જીજે 27 ટી 8864 નંબરની અતુલ રિક્ષા તેમજ જીજે 07 વીડબલ્યુ 5293 નંબરની રિક્ષાનો કાચ તોડી અજાણ્યા વ્યક્તિ ત્યાંથી ભાગી ગયા હતા. આરોપીઓ હુડકો ક્વાર્ટર પાસેથી નાસી જઇ અન્ય વિસ્તારોમાં પણ તોડફોડ કરી હોવાનું માલુમ પડતા લતાવાસીઓ અને વાહનચાલકો પોલીસ મથકે દોડી ગયા હતા. જેમાં રફીકભાઈની ફરિયાદ નોંધી નુકસાન અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આરોપીઓને પકડી અમારા વાહનોને થયેલું નુકસાન ભરપાઈ કરાવો : લતાવાસીઓ
જામનગર રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર, ભીસ્તીવાડ તેમજ અન્ય વિસ્તારોમાં મોડીરાત્રે બે શખ્સોએ રીતસરનો આતંક મચાવી દસેક જેટલા વાહનોમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે ત્યારે લતાવાસીઓમાં રોષ ફેલાયો છે. તેમજ સ્થાનિકોએ જણાવ્યું હતું કે વાહનોમાં મોટુ નુકસાન થયું છે તેમજ અમુક પરિવાર તો ડ્રાઈવીંગ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ કૃત્ય કરનારા શખ્સોને પોલીસ તાકીદે પકડી વિસ્તારમાં લાવી માફી મંગાવી અમને થયેલું નુકસાન ભરપાઈ કરે તેવી માંગણી છે.

નામચીન હકુભા ખીયાણી અને તેના સાગરિતે કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
જામનગર રોડ ઉપર દસેક જેટલા વાહનોમાં તોડફોડ કરી મોટુ નુકસાન કરનાર બે શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે પ્ર.નગર પોલીસના પીઆઈ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પીએસઆઈ કે.સી. રાણા અને તેમની ટીમે તપાસ કરતા તેમજ જામનગર રોડ ઉપરના સીસીટીવી ફુટેજ તપાસતા વાહનોમાં તોડફોડ કરનાર બંને શખ્સોમાંથી એક શખ્સ નામચીન તેમજ અનેક ગુનામાં સંડોવાયેલ હકુભા ખીયાણી હોવાનું ખુલ્યું છે. તેમજ બીજો શખ્સ તેનો સાગરીત છે. હાલ બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement