રોહીદાસપરામાં યુવકને ચાર શખ્સોએ બોલાચાલી કરી ઢીબી નાખ્યો

05 August 2022 06:13 PM
Rajkot
  • રોહીદાસપરામાં યુવકને ચાર શખ્સોએ બોલાચાલી કરી ઢીબી નાખ્યો

રાજકોટ,તા. 5 : કુવાડવા રોડ રોહીદાસપરામાં રહેતા રાકેશ નટવરલાલ મકવાણા નામના યુવકને હૈદર, ચંદુ, બળવંત અને અજાણ્યા શખ્સે છરી, પાઈપ વડે ધોકાવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.રાકેશ રીક્ષા ચલાવે છે તેમજ તેમના પિતા જામનગર રોડ પર આવેલી ચેરીટી કમિશન ઓફીસમાં નોકરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીઓએ શા માટે હુમલો કર્યો તે અંગે હાલ બી ડીવીજન પોલીસે તપાસ શરુ કરી છે. બીજા બનાવમાં મોટામવા ગામમાં રહેતા અનમોલ રમેશભાઈ રાણા નામનાં 21 વર્ષિય યુવક રાત્રિના સમયે લવ ટેમ્પલ નજીક રેંકડીએ નાસ્તો કરવા ગયો હતો ત્યારે અશોક મહીડા, ચંદુ મહીડા અને અજાણ્યા શખ્સે બોલાચાલી કરી ઢોર માર મારતા પોતે સિવિલમાં ખસેડાયો છે. અગાઉની અદાવતમાં હુમલો કર્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement