ઓનલાઇન ઇ-બાઇક બુક કરાવવા જતા યુવકે ગુમાવેલા રૂા. 71 હજાર સાયબર પોલીસે પરત અપાવ્યા

05 August 2022 06:14 PM
Rajkot Crime
  • ઓનલાઇન ઇ-બાઇક બુક કરાવવા જતા યુવકે ગુમાવેલા રૂા. 71 હજાર સાયબર પોલીસે પરત અપાવ્યા

ઓનલાઇન ખરીદી કરતી વેળાએ ગુગલમાંથી સર્ચ કરવામાં આવતા નંબરો વેરીફાઈ કરી સંપર્ક કરવા સાયબર પોલીસની અપીલ

રાજકોટ,તા. 5
શહેરમાં નાગરિકો સાથે સોશિયલ મીડિયા તેમજ મોબાઈલમાં ફોન કરી અથવા મેસેજમાં અલગ-અલગ લાલચો આપી કીમિયાઓ વડે પ્રજા સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેના બનાવો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અગાઉ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે કુવાડવા રોડ, માલિયાસણમાં રહેતા સંદીપભાઈ ધીરુભાઈ પાનસુરીયા નામનાં વ્યક્તિને ઇ-બાઈક ખરીદવું હોય

માટે ઓનલાઇન ઓલાની સાઈટ પર જઇ બાઈક બૂક કરાવી હતી. તેમાં અલગ-અલગ ચાર્જિસના નામે રુા. 71,546 ઓનલાઇન પડાવી લીધા હતા. જે મામલે સંદીપભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરતાં સાયબર ક્રાઈમ વિભાગના એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીએસઆઈ જે.કે. જાડેજા, પુનમબેન સુડીયા, શિવાનીબેન ખોડભાયા અને દિલીપભાઈ કુમારખાણીયા સહિતના સ્ટાફે તપાસ કરતાં અરજદારે ઓનલાઇન સર્ચ કરાવી નંબર મેળવી ઇ-બાઈક બૂક કરાવી હતી

જે નંબર ફ્રોડ હોવાનું જાણવા મળ્યું હતું. આ પૈસા જે ખાતામાં ટ્રાન્સફર તે બોગસ ખાતુ સીઝ કરાવી સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફે પૂરેપૂરી રકમ અરજદાર સંદીપભાઈને પરત કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું હતું કે કોઇપણ વસ્તુ ખરીદવા અથવા બૂક કરવા માટે ગુગલ પર સર્ચ કરાવતી વખતે આવતા નંબર સાચા છે કે ખોટા તે વેરીફાઈ કરી લેવા જોઇએ. તેમજ અજાણ્યા મેસેજ દ્વારા આવતી લીંક પર ક્લીક કરવું નહીં તેમજ અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરતા સમયે એમાં પરમિશન આપતી વખતે સાવચેત રહેવું જોઇએ.


Related News

Loading...
Advertisement
Advertisement