કોઠારીયા મેઇન રોડ પર મકાનમાં ચાલતી જુગાર કલબમાં દરોડો: ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા

05 August 2022 06:15 PM
Rajkot
  • કોઠારીયા મેઇન રોડ પર મકાનમાં ચાલતી જુગાર કલબમાં દરોડો: ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા

ધર્મેન્દ્ર જાંબુડીયાએ પોતાના મકાનમાં જુગાર કલબ ખોલી‘તી’: પોલીસે રૂ. 16600ની રોકડ કબ્જે કરી

રાજકોટ,તા.5
કોઠારીયા મેઇન રોડ પર મણીનગર શેરી નં.49માં મકાનમાં બંધ બારણે ચાલતી જુગાર કલબમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને રૂ.16600ની રોકડ સાથે દબોચ્યા હતા.
દરોડાની વિગત અનુસાર ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. એસ.વી.ચાવડા અને કોન્સ. અરવિંદ ફતેપરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા

ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ, મણીનગર શેરી નં.49માં રહેતા ધર્મેન્દ્ર પોપટ જાંબુડીયાના મકાનમાં બંધ બારણે ચાલતી જુગાર કલબમાં દરોડો પાડી જુગાર રમતા ધર્મેન્દ્ર પોપટ જાંબુડીયા, રામદેવ હસમુખ ભોજક, રહે. કોઠારીયા મેઇન રોડ), સ્મીતાબેન લલીત ચનીયા રહે. બાલાજી હોલ પાસે), નીતાબેન હર્ષદ ચનીયા રહે. રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે), પાયલ ધર્મેન્દ્ર જાંબુડીયા રહે. મણીનગર શેરીનં.49), દીપક મેરામ બસીયા રહે. ભરૂડી, ગોંડલ), સંજય નવલસિંહ જાડેજા રહે. ભરૂડી, ગોંડલ), વલ્લભ મુળજી હીરપરા રહે. કોઠારીયા મેઇન રોડ)ને રૂ.16600ની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં જુનો મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ વીજ થાંભલાની સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીનપતીનો જુગાર રમતા વજો ઉર્ફે લાલા ઇન્દુ બાંભવા, મનસુખ ગગજી બાવળીયા, કરણ રમેશ ડાભી, જયસુખ રૂપા નાગાણી અને ખોડા તડસી કુમારખાણીયાને રૂ.11000ની રોકડ સાથે બી ડીવીઝન પોલીસ મથકે હેડ કોન્સ. કે.કે.નીકોલા અને હાર્દિક ગાજીપરાએ દરોડો પાડી તમામને દબોચ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement