બામણબોર આસપાસના વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ : તુરંત પગલાં લેવા ગ્રામજનોની માંગ

05 August 2022 06:17 PM
Rajkot Crime
  • બામણબોર આસપાસના વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ : તુરંત પગલાં લેવા ગ્રામજનોની માંગ

ડુંગરોની કોતર હેઠળ ભઠ્ઠીઓનો સામાન છુપાવી દેવાય છે, ગ્રામજનોની તપાસમાં દારૂ બનાવવાના સાધનો મળ્યા: સીમ વિસ્તારમાં ભઠ્ઠી આસપાસ બેસી પોટલી પીતા શખ્સો જોવા મળ્યા, પોલીસ વધુ એક લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે કે કેમ?

(બાબુ ડાભી - બામણબોર) રાજકોટ, તા.5 : રાજકોટ નજીક બામણબોર ગામ આસપાસના વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ જોવા મળી છે. જે મામલે તુરંત પગલાં લેવા ગ્રામજનોની માંગ ઉઠી છે. ડુંગરોની કોતર હેઠળ ભઠ્ઠીઓનો સામાન છુપાવી દેવાય છે, ગ્રામજનોની તપાસમાં દારૂ બનાવવાના સાધનો મળ્યા છે. સીમ વિસ્તારમાં ભઠ્ઠી આસપાસ બેસી પોટલી પીતા શખ્સો જોવા મળ્યા હતા.

તાજેતરમાં જ બોટાદમાં લઠ્ઠાકાંડ થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યું ત્યારે ગ્રામજનોમાં સવાલ ઉઠ્યા છે છે કે, પોલીસ વધુ એક લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે કે કેમ? રાજકોટ તાલુકાનું બામણબોર ગામ છે. આ સિવાય ગારીડા, બામણબોર જીઆઇડીસી, ગુંદાળા હાઇવે રોડ વિસ્તારમાં દેશી દારૂનું ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું જાણવા મળે છે.

અહીં દારૂ બનાવવાની સામગ્રી ત્રણ બેરલ, તગારુ, ભઠ્ઠીનો ચૂલા પણ સ્થાનિક લોકોએ જોઈને એનો વિડીયો ઉતારી લીધો હતો. અવારનવાર રજૂઆત કરતા કોઈ નિર્ણય ન આવતા સ્થાનિક લોકોએ તમામ ગામની રજૂઆત છે કે, દેશી દારૂ બંધ કરાવવા માટે તમામ ગામોની ભલામણો છે. સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. એરપોર્ટ પોલીસ મથક દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.

Related News

Loading...
Advertisement
Advertisement