સિવિલમાં બેભાન હાલતમાં સાત માસના બાળક, મહિલા સહિત છ ના મોત

05 August 2022 06:18 PM
Rajkot
  • સિવિલમાં બેભાન હાલતમાં સાત માસના બાળક, મહિલા સહિત છ ના મોત

હુડકોમાં ધર્મ, ઘંટેશ્ર્વરમાં સંજયભાઈ ડાભી, ઓમનગરમાં શામજીભાઈ ડાભી, અમરજીત નગરમાં કાનભાઈ વાલ્મિકી, કર્મચારી સોસાયટીમાં જીતેન્દ્રસિંહ જેઠવા અને ગણેશપાર્કમાં જયાબેન હરિયાણીનું સારવારમાં મોત

રાજકોટ તા.05 : શહેરમાં યમરાજે આંટાફેરા ચાલુ કર્યા હોય તેમ સિવિલે સારવારમાં રહેલ સાત માસના બાળક, મહિલા સહિત છ લોકોના મોત થતાં ગમગીની છવાઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર હુડકોમાં નિડોઇનગરમાં રહેતા સાત વર્ષના ધર્મ મિલન મનાણી ગત રાત્રે ઘરે બેભાન થઈ ગયો હતો જેમને સારવારમાં કે ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં ઘંટેશ્વર 25 વરિયામાં રહેતાં સંજયભાઈ ગોવિંદભાઇ ડાભી (ઉ.વ.38) લાંબા સમયથી બીમાર હતા દરમિયાન ગત રોજ ઘરે હતાં ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેમને સારવારમાં સિવિલે ખસેડતા ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે સિવલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ત્રીજા બનાવમાં મવડી ઓમનગરમાં આવેલ પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં શામજીભાઈ રામભાઈ ડાભી (ઉ.વ.51) ગત રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરે બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેમને સારવારમાં સિવિલે ખસેડાયા હતાં જ્યાં તેમનું ટૂંકી સારવારમાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ચોથા બનાવમાં અમરજીતનગરમાં રહેતાં કાનભાઈ મોહનભાઇ પરમાર(ઉ.વ.50) ગત રોજ સાંજે એરપોર્ટ રોડ પર આવેલ બગીચામાં બેઠાં હતાં ત્યારે એટેક આવતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેમને હાજર લોકોએ તાત્કાલિક સારવારમાં સિવિલે ખસેડયા હતાં જ્યાં તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક આરએમસી સફાઈ કામદાર હતાં અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

પાંચમા બનાવમાં પુનિતનગરમાં આવેલ કર્મચારી સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જેઠવા (ઉ.વ.27) લાંબા સમયથી બીમાર હતાં દરમિયાન ગત રોજ સાંજે વધુ તબિયત લથડતાં સારવારમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું સારવારમાં મોત થયું થતાં પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. છઠ્ઠા બનાવમાં કોઠારીયા રોડ પર ગણેશ પાર્કમાં રહેતાં જયાબેન વિનોદભાઈ હરિયાણી (ઉ.વ.54) ગત રોજ ઘરે હતાં ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેમને તાત્કાલિક સારવારમાં સિવિલે ખસેડાયા હતાં જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતકને સંતાનમાં એક પુત્ર છે જેમને માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement