વિસનગરમાં સ્કૂલેથી આવતી સાયકલ સવાર સગીરા ખુલ્લી ગટરમાં પડતા બે કલાકના રેસ્ક્યુ બાદ બહાર કઢાઈ : સારવારમાં મોત : પાલિકાની ઘોર બેદરકારીથી લોકો રોષે ભરાયા

05 August 2022 10:13 PM
Gujarat
  • વિસનગરમાં સ્કૂલેથી આવતી સાયકલ સવાર સગીરા ખુલ્લી ગટરમાં પડતા બે કલાકના રેસ્ક્યુ બાદ બહાર કઢાઈ : સારવારમાં મોત : પાલિકાની ઘોર બેદરકારીથી લોકો રોષે ભરાયા

મંત્રી ઋષિકેશ પટેલ દોડી ગયા, જેસીબી-ક્રેઇનની મદદથી બાળકીને બહાર કઢાઈ હતી

વિસનગર:
રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે ચાલુ વરસાદે સ્કૂલેથી સાયકલ ઉપર ઘરે જતી 14 વર્ષની સગીરા ખુલ્લી ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. સગીરાને બે કલાકના રેસ્ક્યુ બાદ બહાર કઢાઈ હતી. સારવારમાં મોત થયું હતું. આ બનાવમાં પાલિકાની ઘોર બેદરકારી છતી થઈ હતી અને લોકો રોષે ભરાયા હતા.

મળતી વિગત મુજબ વિસનગરમાં શુકન હોટલ આગળ જ ખુલ્લી ગટરમાં એક 14 વર્ષની સગીરા સ્કૂલેથી છૂટી સાયકલ પર ઘરે જઇ રહી હતી અને ત્યાં વરસાદના પાણીના કારણે સાયકલ પરથી કાબુ ગુમાવતા અચાનક પડી જતા ખુલ્લી ગટરના પાણીમાં ગરકાવ થઈ ગઇ હતી. ત્યાં હાજર લોકોએ આ દ્રશ્ય જોતા તુરંત અન્ય લોકોને જાણ કરી સગીરાને ગટરમાંથી કાઢવા મથામણ શરૂ કરી હતી.

સ્થાનિક પાલિકા તંત્રને જાણ થતાં ખુલ્લી ગટર છોડી દેનાર અધિકારીઓ હાંફડાફાફડા થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શરૂઆતમાં બાળકી ગટરમાં ગરકાવ થઈ ગઈ હતી અને જેથી તેનો પતો લાગ્યો નહોતો. ગટર આગળ જતા બંધ થતી હતી એટલે કે ગટર ઉપર પાપડા વગેરે મુકાયેલુ હતુ જેથી જેસીબી ક્રેઇનની મદદ લેવાઈ હતી. બે કલાક રેસ્ક્યુ બાદ બાળકી બેભાન હાલતમાં બહાર કઢાઈ હતી. તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ દોડી આવ્યા હતા.

આ તરફ પાલિકાએ ગટર ખુલ્લી રાખી દીધી હોય અને વરસાદના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરી હોય તેવાં બાળકીનો જીવ જતા વિસનગર પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

Related News

Loading...
Advertisement
Advertisement