Commonwealth Games 2022 : ભારતને 7મો ગોલ્ડ મેડલ મળ્યો, બજરંગ પુનિયાએ 65 કિગ્રા વર્ગની ફાઇનલમાં મેકગિલને હરાવ્યો

05 August 2022 10:33 PM
India Sports
  • Commonwealth Games 2022 : ભારતને 7મો ગોલ્ડ મેડલ મળ્યો, બજરંગ પુનિયાએ 65 કિગ્રા વર્ગની ફાઇનલમાં મેકગિલને હરાવ્યો

ભારતે અત્યાર સુધીમાં 22 મેડલ જીત્યા

કોમનવેલ્થ ગેમ્સ 2022ના 8મા દિવસે, સ્ટાર રેસલર બજરંગ પુનિયા સહિત 4 ભારતીય કુસ્તીબાજોએ કુસ્તીની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અંશુ મલિક ફાઈનલ મેચમાં હારી ગયો હતો.

ભારતીય કુસ્તીબાજો ભારતની મેડલ ટેલીમાં મોટું યોગદાન આપવાની નજીક છે. કોમનવેલ્થ ગેમ્સની 22મી સીઝનમાં ભારતે અત્યાર સુધીમાં 22 મેડલ જીત્યા છે. બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ્સની રેસલિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંશુ મલિકે કોમનવેલ્થ ગેમ્સની રેસલિંગ ઈવેન્ટમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મહિલાઓની 57 કિગ્રામાં નાઈજીરીયાની ઓડુનાયો ફોલાસાડે એડુકુરોયે સામે હારીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. કુસ્તીમાં ભારતના 4 મેડલ ઈવેન્ટ છે. હવે બે કુસ્તીબાજો ફાઇનલમાં છે અને તમામ 4 કુસ્તીબાજો મેડલ જીતે તેવી અપેક્ષા છે. મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે એક્શનમાં જોવા મળશે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ખેલાડીઓએ આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.





Related News

Loading...
Advertisement
Advertisement