ભાદર, વેણુ અને મચ્છુ-1 સહિત સૌરાષ્ટ્રનાં 17 ડેમોમાં અર્ધોથી છ ફૂટ નવા નિર ઠલવાયા

06 August 2022 11:56 AM
Rajkot Saurashtra
  • ભાદર, વેણુ અને મચ્છુ-1 સહિત સૌરાષ્ટ્રનાં 17 ડેમોમાં અર્ધોથી છ ફૂટ નવા નિર ઠલવાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદનાં પગલે પાંચ ડેમોમાં દોઢથી છ ફૂટ નવું પાણી આવ્યું

રાજકોટ,તા. 6 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને ઠેર ઠેર સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ નવા નિરની આવક ફરી શરુ થવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના 17 ડેમોમાં અડધોથી છ ફૂટ જેટલા નવા નિરની પધરામણી થવા પામી છે.

આ અંગેની રાજકોટ સિંચાઇ વર્તુળ ફલડ સેલમાંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 3 ડેમોમાં નવા નિર આવ્યા છે જેમાં રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1માં 0.26 ફૂટ, વેણુ-2માં 0.16 ફૂટ અને ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ નવા નિરની આવક થઇ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન નવા નિર આવ્યા છે

જેમાં મચ્છુ-1માં પોણો ફૂટ, મચ્છુ-2માં 0.13 ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, બ્રાહ્મણીમાં પોણો ફૂટ અને બ્રાહ્મણી-2માં સવા ફૂટ નવા નિરની આવક થવા પામી છે. તેમજ જામનગર જિલ્લાનાં 4 ડેમોમાં પણ નવા નિર આવ્યા છે જેમાં ફુલઝર-2માં 0.33 ફૂટ, ડાઇ મીણસરમાં 0.39 ફૂટ, આજી-4માં 0.20 ફૂટ અને ઉંડ-1માં 0.26 ફુટ નવા નિરની આવક થઇ છે. દરમિયાન દ્વારકા જિલ્લાનાં કાબરકા ડેમમાં પણ પોણો ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલથી શરુ થયેલા ભારે વરસાદના પગલે પાંચ ડેમોમાં નવા નિરની નોંધપાત્ર આવક થઇ છે જેમાં વઢવાણ ભોગાવો-1 (નાયકા) ડેમમાં 0.23 ફૂટ તથા ધોળીધજામાં દોઢ ફૂટ, ફલકુમાં બે ફૂટ અને વાસલ ડેમમાં 6 ફૂટ જેટલું નવું પાણી 24 કલાકમાં ઠલવાઇ ગયું છે તેમજ જિલ્લાના લીંબડી ભોગાવો-2 (વડોદ) ડેમમાં પણ 0.16 ફૂટ નવું પાણી આવવા પામ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement