ગુજરાતમાં જૂન-જુલાઈમાં સરેરાશથી 60% વધુ વરસાદ

06 August 2022 12:00 PM
Gujarat India
  • ગુજરાતમાં જૂન-જુલાઈમાં સરેરાશથી 60% વધુ વરસાદ

► દેશમાં ચોમાસું સંતોષકારક: તામિલનાડુમાં રેકોર્ડબ્રેક પાણી પડયું

અમદાવાદ: દેશમાં આ વર્ષે ચોમાસાની ગતિ સંતોષકારક રહી છે અને દેશમાં જૂન-જુલાઈ માસમાં જે સરેરાશ વરસાદ થતો હોય છે તેના કરતા 10% વધુ પાણી વરસી ગયું છે અને એકંદરે ગુજરાતમાં જુન-જુલાઈ માસના સરેરાશ વરસાદ કરતા 60% વધુ વધી ગયું છે. હાલમાં જ રાજયસભામાં રજૂ થયેલા આંકડા મુજબ જૂનના 15 દિવસ અને જુલાઈના પુરા 30 દિવસ બાદ દેશભરમાં વરસાદની સ્થિતિ સંતોષકારક છે. દેશમાં તેલંગાણામાં બે માસની સરેરાશ કરતા 107% વધુ વરસાદ નોંધાઈ ગયો છે.

► સૌરાષ્ટ્રમાં વરસાદી સરપ્લસ 42% ગુજરાતના અન્ય ભાગોમાં 27%

જયારે સરેરાશથી 50% વધારે વરસાદમાં રાજસ્થાનમાં 58% વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં જૂન-જુલાઈની સરેરાશથી 42% વધુ વરસાદ પડયો છે અને ગુજરાતના અન્ય ભાગોમાં સરેરાશથી 27% વધુ વરસાદ નોંધાયો છે. જયારે તા.5 ઓગષ્ટ સુધીના આંકડા મુજબ દાહોદ જિલ્લામાં સરેરાશથી 37% ઓછો વરસાદ પડયો છે. રાજયના 33 જીલ્લાઓમાંથી 18 જીલ્લામાં સરેરાશથી વધુ અને બાકીના જીલ્લામાં સરેરાશની આસપાસ વરસાદ નોંધાયો છે. રાજયમાં ચાલુ વર્ષના વરસાદથી 70.25 લાખ હેકટરમાં વાવણી થઈ ગઈ છે અને જો અત્યાર સુધી જે રીતે સંતોષકારક વરસાદ છે

► રાજયમાં 70.25 લાખ હેકટરમાં વાવણી: બમ્પર ખરીદ પાકની આશા

તે યથાવત રહે તો ચાલુ વર્ષે ખરીફ પાકની આશાથી વધુ ઉંચો પાક થશે. જો કે હજુ ખરીફ પાકમાં મહત્વની મૌસમ આવી રહી છે. પાકમાં જીવાત વધારે પડતા વરસાદ તથા અન્ય કારણોથી પણ ખરીફ પાકનું અંતિમ ચિત્ર રજૂ થશે અને હવામાનખાતાના જણાવ્યા મુજબ ઓગષ્ટ તથા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ તેની નિયમીત પેટ્રન જાળવી રાખશે. સૌથી વધુ મહત્વનું કચ્છમાં મૌસમી વરસાદના 100% પાણી પડી ગયું છે. ગુજરાતમાં આ રીતે કલાઈમેટ ચેઈન્જની અસર જોવા મળી હતી. આકરો લાંબો ઉનાળો પણ જોવા મળ્યો છે અને હવે સારો વરસાદ પણ જોવા મળી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement