આપના સુપ્રીમો જામનગરમાં: વેપારીઓ સાથે બેઠક

06 August 2022 12:11 PM
Jamnagar Gujarat
  • આપના સુપ્રીમો જામનગરમાં: વેપારીઓ સાથે બેઠક

જી.એસ.ટી. તેમજ બ્રાસપાર્ટના ઉદ્યોગના પ્રશ્નો અંગે થશે ચર્ચા: રાત્રી રોકાણ વડોદરા કરશે: છોટા ઉદેપુરના બોડેલીમાં જનસભાને સંબોધશે: વધુ એક ગેરેન્ટી આપશે

રાજકોટ,તા.6
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગવાનું શરૂ થતા જ રાજકીય પાર્ટીઓના મહારથીઓએ નગારે ઘા કરી પ્રચાર-પ્રસારના શ્રી ગણેશ કરી દીધા છે. જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજથી ફરી ગુજરાતના બે દિવસનો પ્રવાસ શરૂ કરેલ છે.

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે બપોરના આવી પહોંચનાર છે. ત્યારબાદ તેઓ છોટા ઉદેપુરની મુલાકાત લેનાર છે. અરવિંદ કેજરીવાલે તેઓના આ પ્રવાસ દરમિયાન વધુ એક ગેરેન્ટી આપશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરશે. તેમ જ છોટાઉદેપુરના બોડેલી ખાતે મોટી સંખ્યામાં જન સભાને સંબોધન કરશે.

કેજરીવાલ જામનગરથી વડોદરા જશે અરવિંદ કેજરીવાલ વેપારી સાથે મિટિંગ કરી તેમને પડી રહેલી મુશ્કેલી, GST, બ્રાસ પાર્ટ સાથે સંકળાયેલા નાના ઉદ્યોગના વેપારી સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 વાગે વડોદરા જવા રવાના થશે. રાત્રિ રોકાણ અહીં જ કરશે.

અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુરના બોડેલી ખાતે જંગી સભા યોજશે, જેમાં તેઓ વધુ એક ગેરન્ટી આપશે. આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગને ફાયદો થાય તેવી ગેરન્ટી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી આદિવાસી સમાજને ધ્યાન રાખીને ગેરન્ટી આપી શકે છે.

અગાઉ 2 ગેરંટી આપવામાં આવી છે - અરવિંદ કેજરીવાલે આગાઉના ગુજરાત પ્રવાસ દરમિયાન 2 ગેરંટી આપી હતી. આમાં પ્રથમ ગેરંટી ગુજરાતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 14 કલાક વીજળી સાથે માસિક 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે.

તો બીજી ગેરન્ટી રાજ્યમાં શિક્ષતિ યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી માસિક 3,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આવતીકાલે 7 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ બોડેલી ખાતેથી ત્રીજી ગેરન્ટી આપશે. તેમાં આદિવાસી સમાજને લઈ મોટો નિર્ણય હોઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement