જામનગર શહેરમાં કોરોનાના 12 અને ગ્રામ્યમાં એક કેસ

06 August 2022 02:09 PM
Jamnagar Health
  • જામનગર શહેરમાં કોરોનાના 12 અને ગ્રામ્યમાં એક કેસ

જામનગર તા.6:
જામનગર શહેરમાં કોરોનાની રફતાર શુક્રવારે પણ યથાવત રહી છે. કારણ કે, એક લેબ ટેકનિશિયન, બે દુકાનદાર, બે ખાનગી કંપનીના કર્મચારી સહિત વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો છે.

જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસનો આંકડો ડબલ ફિગરમાં નોંધાઇ રહ્યો છે. શુક્રવારે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે,તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેઓના પરિવારના અન્ય સભ્યોના સેમ્પલો લેવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી તમામ દર્દીઓ ના રહેઠાણ વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલા ભરી રહી છે. શહેર ઉપરાંત જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની 34 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. શહેરમાં વાયરલ બિમારી વચ્ચે કોરોના કેસ વધતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે તો આરોગ્ય વિભાગમાં દોડધામ વધી છે.


Related News

Loading...
Advertisement
Advertisement