ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સહપરિવાર દ્વારકાધીશના દર્શન કર્યા

06 August 2022 02:23 PM
Jamnagar Gujarat
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સહપરિવાર દ્વારકાધીશના દર્શન કર્યા
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સહપરિવાર દ્વારકાધીશના દર્શન કર્યા
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સહપરિવાર દ્વારકાધીશના દર્શન કર્યા
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સહપરિવાર દ્વારકાધીશના દર્શન કર્યા

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા તેઓ તથા તેમના ધર્મપત્ની ઉષાબેન સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન-અર્ચન સાથે પાદુકા પૂજન કરાવામાં આવ્યું હતું તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી બાદમાં દેવકીજીના મંદિરના દર્શન કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી-મકનપુર દ્વારા અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય-આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફીસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, એસીપી નિતેશ પાંડે, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીઓ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, વિજયભાઈબુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement