ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા તે સમયે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત કર્યું હતું.
વૈંકેયા નાયડુના કાર્યક્રમ મુજબ તેઓ જામનગરથી સીધા દ્વારિકાધીશ મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા અને બાદમાં તેઓ પોરબંદર કાતે કિર્તી મંદિરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લેશે તથા મહામાનવને શ્રધ્ધાંજલી આપશે.
સાંજના તેઓ વેરાવળ સોમનાથ પહોંચશે અને ભગવાન શ્રી સોમનાથના દર્શન કર્યા બાદ ભાલકા તીર્થમાં દર્શન કરીને સાંજે રાજકોટથી દિલ્હી પરત જવા રવાના થશે.