બોલીવુડના સ્ટાર કીડ્સના અવનવા નામ અને રસપ્રદ અર્થ!

06 August 2022 03:49 PM
Entertainment India
  • બોલીવુડના સ્ટાર કીડ્સના અવનવા નામ અને રસપ્રદ અર્થ!

► નામમાં તે વળી શું છે?

► અનુષ્કા-વિરાટની પુત્રી વામિકાનું નામ દુર્ગામાતાનું એક સ્વરૂપ, અજય દેવગન-કાજોલની પુત્રી ન્યાસાના નામનો અર્થ- નવી શરૂઆત

મુંબઈ: નામમાં તે વળી શું છે એવું ભલે અંગ્રેજ સાહિત્યકાર સેકસપિયર કહી ગયો હોય પણ લોકો પોતાના સંતાનોના નામ પાડવામાં ખાસ્સી એવી મહેનત લેતા હોય છે, તેમાં બોલીવુડના સ્ટાર્સના સંતાનોના નામો ઘણાં વિચિત્ર અને અવનવા હોય છે અને તેનો અર્થ પણ રસપ્રદ હોય છે.

વામિકા કોહલી: બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીની પુત્રીનું નામ વામિકા છે. તેનો અર્થ શોધવાનું લોકોએ સોશ્યલ મીડીયામાં શરૂ કર્યું હતું. વામિકા સુંદર નામ છે. દુર્ગા માતાના એક સ્વરૂપને વામિકા કહેવામાં આવે છે.

આરાધ્યા: ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરીનું નામ આરાધ્યા છે. આરાધ્યા સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે પૂજનીય.

મીશા-ઝૈન: આ શાહીદકપુર અને મીરા રાજપૂતના બાળકોના નામો છે. પુત્રી મીશાના નામનો અર્થ છે- ખુશી, જયારે ઝૈન અરબી શબ્દ છે જેનો અર્થ છે- સુંદર.

નિતારા-આરવ: અક્ષય કુમાર અને ટવીન્કલ ખન્નાના પુત્રી અને પુત્રના આ નામો છે. નિતારાનો અર્થ છે- મૂળ સાથે ઉંડે સુધી જોડાણ, પુત્રનું નામ આરવ છે- જેનો અર્થ થાય છે જ્ઞાનનો રાજા.

ન્યાસા-યુગ: અજય દેવગન અને કાજોલે તેમના પુત્રી અને પુત્રના નામ રાખ્યા છે ન્યાસા અને યુગ. ન્યાસાનો અર્થ થાય છે નવી શરૂઆત, યુગનો અર્થ થાય છે સમય.

માલતી મેરી ચોપરા જોનાસ: આવું લાંબુ નામ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પુત્રીનું છે. માલતીનો અર્થ છે સફેદ ફોલા વાળી લતા.


Related News

Loading...
Advertisement
Advertisement