ધંધા-વ્યાપારથી સમૃદ્ધ બનેલા ગુજરાતમાં વ્યાપારી વર્ગ જ સૌથી વધુ પરેશાન: રાજય સરકાર પર સીધો આરોપ

06 August 2022 04:27 PM
Jamnagar Gujarat
  • ધંધા-વ્યાપારથી સમૃદ્ધ બનેલા ગુજરાતમાં વ્યાપારી વર્ગ જ સૌથી વધુ પરેશાન: રાજય સરકાર પર સીધો આરોપ

♦ અરવિંદ કેજરીવાલ જામનગરમાં: વેપારીઓ સાથે સીધો સંવાદ

♦ જામનગરના પુર્વ મેયર અને ભાજપ અગ્રણી કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા

♦ કેજરીવાલ સાથેના સંવાદમાં જોડાઈ રહેલા જામનગરના વેપારીઓને GST ની નોટીસ મળવા લાગી છે: ‘આપ’ના ગુજરાત એકમના વડા ગોપાલ ઈટાલીયાનો આરોપ

જામનગર તા.6
ગુજરાતમાં આગામી સમયમાં યોજાઈ રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે રાજયમાં સતત આમ આદમી પાર્ટી માટે મજબૂત ચિત્ર બનાવવા આવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી તથા ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલે આજે જામનગરમાં ઓસવાલ સીટી હોલ ખાતે વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો છે.

ખાસ કરીને દિલ્હીમાં જે રીતે વેપારીઓને કેજરીવાલ સરકાર દ્વારા પ્રોફેશ્નલ ટેક્ષ વગેરેમાંથી મુક્તિ અપાઈ છે તે મુદાઓની ચર્ચા કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતના વડા ગોપાલ ઈટાલીયાએ આક્ષેપ કર્યો હતો કે જે વેપારીઓ હાલ કેજરીવાલ સાથેની આ સંવાદમાં જોડાવવા આવ્યા છે.

તેઓને જીએસટી વિભાગની નોટીસ મળવાનું શરુ થઈ ગયું છે પરંતુ વેપારી વર્ગ જરાપણ ખચકાયા વગર અમારી સાથે જોડાઈ ગયા છે તે દર્શાવે છે કે ગુજરાતના વેપારીઓ હવે ભયનો સામનો કરવા તૈયાર છે.

Related News

Loading...
Advertisement
Advertisement