ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6000ને પાર : 24 કલાકમાં નવા 965 દર્દી નોંધાયા

06 August 2022 09:25 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6000ને પાર : 24 કલાકમાં નવા 965 દર્દી નોંધાયા

રાજયનો કુલ મૃત્યુઆંક 10,975 તથા પોઝીટીવ કેસનો આંક 12,60,493 ઉપર પહોંચ્યો

રાજકોટ:
રાજ્યમાં તહેવારો પહેલા જ કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. આજે શનિવારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6000ને પાર થઈ છે. 24 કલાકમાં નવા 965 દર્દી નોંધાયા છે. રાજ્યમાં હાલ 6029 કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં928 સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 265, વડોદરા 141, રાજકોટ 89, સુરત 68, સાબરકાંઠા 46, મહેસાણા 43, ગાંધીનગર 39, કચ્છ 38, મોરબી 31, અરવલ્લી 24, અમરેલી 23, વલસાડ 22, આણંદ - બનાસકાંઠા 14, નવસારી - પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, ભાવનગર-જામનગર 10, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 8, ભરૂચ 7, ખેડા 6, જૂનાગઢ 3, દાહોદ - ગીર સોમનાથ 2, ડાંગ - મહીસાગર 3 કેસ નોંધાયા.

રાજયમાં 18 દર્દી વેન્ટીલેટર ઉપર, જ્યારે 6011 દર્દીઓ સ્ટેબલ છે, રાજયનો કુલ મૃત્યુઆંક 10,975 તથા પોઝીટીવ કેસનો આંક 12,60,493 ઉપર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement