રાજકોટ:
રાજકોટના જતીનકુમાર બાલાભાઈ પટેલને ઇન્ટેલિજન્સ, હંસાબેન પાબુદાન ગઢવીને જૂનાગઢ, બીટી ગોહિલને રાજકોટ શહેરમાં જ રખાયા છે.
જ્યારે બઢતી સાથે બનાસકાંઠાના એસ.એસ. રાણે, સુરતના આર. જી બારોટ, સુરતના ઇલાબેન નારસિંહભાઈ સાવલિયા, સીઆઇડી ક્રાઇમના આર.ટી. વ્યાસ, રાજકોટ શહેરમાં પોસ્ટિંગ અપાયું છે.
રાજકોટ ગ્રામ્યના પૂનમ સુંદરજીભાઈ કોરીંગાને ઇન્ટેલિજન્સ, રમેશભાઈ ઘેલાભાઈ સિંધુને અમદાવાદ શહેર, વિશાલ ક્રિષ્નકાંત ગોલવેલકરને પોરબંદર, હીનાબેન શાંતિલાલ નાઈને સીઆઈડી ક્રાઇમ, શૌરીન રમેશભાઈ ખરાડી બોટાદ, તસ્લિમહૈદર સમીમહૈદર રિઝવીને સીઆઇડી ક્રાઇમ, વી.એમ. કોલાદરાને સુરત શહેર, એચ.એમ. ધાંધલને વડોદરા શહેર, વી.એસ. ગોજીયાને અમદાવાદ, ટી.આર. ગઢવીને પીટીએસ વડોદરા, એચ.એમ. રાણાને એસીબીમાં પીઆઇ તરીકે બઢતી સાથે બદલી મળી છે જ્યારે ક્રિપાલસિંહ કાંતુંભા જાડેજાને બઢતી આપી રાજકોટ ગ્રામ્યમાં જ રખાયા છે. આ તરફ આણંદના આઈ એન ઘાસુરા રાજકોટ ગ્રામ્યમાં મુકાયા છે.
જામનગરના કિરીટસિંહ ચંદ્રસિંહ વાઘેલાને ભુજ, કુમારપાલસિંહ કરણસિંહ ગોહિલ દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકાના અમિતકુમાર ઈશ્વરલાલ ચાવડાને અરવલ્લી, લાલુભા રામસિંહ ગોહિલને નર્મદા, ગીર સોમનાથના સંદીપસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાને ભુજ બઢતી સાથે બદલી કરાઈ છે.