વડોદરા પાસે નદીમાં પડેલા યુવકને મગરે ખેચી લઈ ફાડી ખાતા ગભરાટ

08 August 2022 12:00 PM
Vadodara Gujarat
  • વડોદરા પાસે નદીમાં પડેલા યુવકને મગરે ખેચી લઈ ફાડી ખાતા ગભરાટ

પાદરા તાલુકાના સોખદરાઘુ ગામનો બનાવ : મગરે યુવકના દેહના ચિથરેચિથરા ઉડાડી નાખ્યા: લાશ લાપતા

વડોદરા તા.8 : અહીં નદી કિનારે મગરમચ્છ એક યુવકને પોતાના જડબામાં દબાવીને નદીની વચમાં લઈ ગયો હતો જયાં તેણે યુવકનો શિકાર કરી તેના ચિથરા ઉડાવી દીધા હતા, યુવકના શબનો હજુ સુધી પતો નથી મળ્યો. રવિવારે બનેલી આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં એક 30 વર્ષના યુવકને મગરમચ્છ જડબામાં જકડતો જોવા મળે છે.

સ્થાનિક લોકોએ યુવકને બચાવવાની ખૂબ જ કોશીશ કરી હતી, પરંતુ મગરમચ્છ નદીની વચ્ચે ચાલ્યો ગયો હતો. આ વિડીયો વડોદરાના પાદરા તાલુકાના સોગદરાઘુ ગામનો જણાવાઈ રહ્યો છે. મૃતક યુવકની ઓળખ ઈમરાન દીવાન તરીકે થઈ છે. તેના ભાઈ જાવેદે જણાવ્યું હતું કે ઈમરાન એક દરગાહે ગયો હતો. આ દરગાહ નદી કિનારે આવેલી છે.

તેણે જણાવ્યું હતું કે મને લાગે છે કે ઈમરાનનો પગ ફસકી ગયો હશે અને તે નદીમાં પડી ગયો હશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરેલું છે, જેના કારણે મગરમચ્છ નદીમાંથી બહાર આવી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયા છે. લોકોએ માર્ગો પર મગરમચ્છ ચાલતા હોવાની ફરિયાદ કરી છે, તેમને ડર છે કે મગરમચ્છ તેમને કયાંક નુકશાન ન પહોંચાડે.


Related News

Loading...
Advertisement
Advertisement