આમિરે ‘KBCમાં ‘RRR’ને લગતા સવાલોના સાચા જવાબો આપ્યા

08 August 2022 04:27 PM
Entertainment India
  • આમિરે ‘KBCમાં ‘RRR’ને લગતા સવાલોના સાચા જવાબો આપ્યા

* ફિલ્મ ન જોયેલી હોવા છતાં...

* આમિરે રૂા.12.5 લાખની કમાણી કરી

મુંબઈ: અમિતાભ બચ્ચનના લોકપ્રિય કવીઝ શો કૌન બનેગા કરોડપતિની 14મી સીઝનમાં પ્રિમીયર એપિસોડમાં બોલીવુડના સ્ટાર આમિરખાન, કોલોનિયલ મિતાલી, મેજર ડી.પી.સિંહ, મેરીકોમ સહિતની સેલીબ્રીટીએ કવીઝમાં ભાગ લીધો હતો, જેમાં આમિરખાને એસ.એસ.રાજામૌલીની સુપરહીટ ફિલ્મ ‘આરઆરઆર’ને લઈને સવાલોના સાચા જવાબ આપીને 12.5 લાખ રૂપિયા જીત્યા હતા.

રસપ્રદ વાત એ હતી કે, આમિરખાને હજુ આ ફિલ્મ જોઈ જ નથી, તેમ છતાં તેને સંબંધીત સવાલોના સાચા જવાબો આપ્યા હતા. આમિરખાનને એક સવાલ પુછાયો હતો. ‘આરઆરઆર’ કયા ક્રાંતિકારના જીવનથી પ્રેરિત છે, જેમાં આમિરને ચાર ઓપ્શન અપાયા હતા.

ભગતસિંહ, કાર્લ માર્કસ, વ્લાદીમીર લેનીન ચે ગુવારા આમિરે કોઈપણ લાઈફ લાઈનનો ઉપયોગ કર્યા વિના જવાબ આપ્યો હતો. ચે ગુવારા. આમિરખાને જણાવ્યું હતું કે તેણે ‘આરઆરઆર’ ફિલ્મ જોઈ નથી પણ ફિલ્મની રિલીઝ પહેલા રાજા મૌલીએ આખી રાત ફિલ્મ વિષે વાત કરી હતી.

અમિતાભ સામે સવાલ જવાબમાં મિતાલી મધુમિતા, મેજર ડી.પી.સિંઘે 50 લાખ રૂપિયા જીત્યા હતા. કેબીસી-14 ના આ સ્પેશ્યલ એપિસોડમાં બોકસીંગ ચેમ્પીયન મેરી કોમ, ફુટબોલર સુનીલ છેત્રી પણ જોવા મળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement