હવે પટણામાં વિજય દેવરકોંડાને જોવા બેકાબૂ ભીડ: ઈવેન્ટ રદ્દ કરવી પડી

08 August 2022 04:32 PM
Entertainment India
  • હવે પટણામાં વિજય દેવરકોંડાને જોવા બેકાબૂ ભીડ: ઈવેન્ટ રદ્દ કરવી પડી

હાલ સાઉથનો સુપરસ્ટાર તેની આગામી ફિલ્મ ‘લાઈગર’ના પ્રમોશનમાં વ્યસ્ત

મુંબઈ: સાઉથની સિનેમાના સુપર સ્ટાર વિજય દેવરકોંડા હાલ પોતાની ફિલ્મ ‘લાઈગર’ને લઈને ચર્ચામાં છે. તે ફિલ્મના પ્રમોશન માટે દેશના ખૂણે ખૂણે જઈ રહ્યો છે તેની મોટી ફેન ફોલોઈંગ છે, જેના કારણે તે જયાં જયાં ફિલ્મના પ્રમોશનમાં જાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે, હાલમાં જ મુંબઈ ખાતે એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન બેકાબૂ ભીડ એકઠી થતા તેને કંટ્રોલ કરવી મુશ્કેલ બની હતી અને દેવરકાંડાએ ઈવેન્ટ અધૂરી મૂકીને ચાલ્યા જવું પડયું હતું, હવે આવી જ ઘટનાનું પુનરાવર્તન પટણામાં થયું છે.

પટણામાં શનિવારે દેવરકોંડા તેની અપકમીંગ ફિલ્મ ‘લાઈગર’ને પ્રમોટ કરવા એક કોલેજ પહોંચ્યો હતો. જયાં વિદ્યાર્થીઓ અને ફેન્સની ભીડ ધાર્યા કરતા બમણી થઈ ગઈ હતી, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખી વિજય દેવરકોંડાએ કાર્યક્રમ રદ્દ કરવો પડયો હતો.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ વાલાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં વિજય દેવરકોંડાના ફેન્સ એકસાઈટેડ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દેવરકોંડા ફેન્સની વચ્ચે જોવા મળે છે તે ફેન્સને કહે છે- હું આપ સૌને ખૂબ જ પ્રેમ કરું છું. ઉલ્લેખનીય છે કે ‘લાઈગર’માં વિજય દેવર કોંડાની સાથે અનન્યા પાંડે ચમકી રહી છે. નિર્દેશન પુરી જગન્નાથે કયુર્ં છે.


Related News

Loading...
Advertisement
Advertisement