‘લાલસિંહ ચઢ્ઢા’ની કથામાં 84ના શિખ દંગાનું બેક ગ્રાઉન્ડ: ભાજપ રાજી થઈ જાય, કોંગ્રેસ નારાજ!

08 August 2022 04:34 PM
Entertainment India
  • ‘લાલસિંહ ચઢ્ઢા’ની કથામાં 84ના શિખ દંગાનું બેક ગ્રાઉન્ડ: ભાજપ રાજી થઈ જાય, કોંગ્રેસ નારાજ!

‘લાલસિંહ ચઢ્ઢા’ની કથા લીક : ફિલ્મ બીજી ‘ધી કશ્મીર ફાઈલ્સ’ બને તો નવાઈ નહીં!

મુંબઈ: બોલિવુડના મિસ્ટર પર્ફેકટનિસ્ટ ગણાતા આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ આ ગુરુવારે તા.11મીએ રિલીઝ થઈ રહી છે. સૌ કોઈ જાણે છે કે આ ફિલ્મ હોલિવુડની ફિલ્મ ‘ફોરસ્ટ ગંપ’થી પ્રેરિત છે, પરંતુ ફિલ્મનું ભારતીયકરણ કરાયું છે. જે લોકોએ આ સ્પેશિયલ શોમાં આ ફિલ્મ જોઈ છે.

તેમનું કહેવું છે કે, ફિલ્મનું બેક ગ્રાઉન્ડ દિલ્હીના 1984માં શિખ દંગાનું છે. એટલે ભાજપના સમર્થકો આ ફિલ્મ જોઈને સિનેમા હોલમાં તાળી પાડે! અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થઈ જાય! એવુંય બની શકે કે આ ફિલ્મ બીજી ‘ધી કશ્મીર ફાઈલ્સ’ બની જાય!

હાલ આ ફિલ્મ સામે બોયકોટ થઈ રહ્યો છે તે ફિલ્મ જોયા બાદ બંધ પણ થઈ જાય. આ ફિલ્મમાં એક એવું દ્દશ્ય છે કે લાલસિંહ ચઢ્ઢા જયારે પૂરા દેશમાં દોડ લગાવવા નીકળી પડે છે ત્યારે એક પ્રભાવશાળી દ્દશ્ય સામે આવે છે તે છે વારાણસીના ઘાટ પર ભાજપના નારા, અને ત્યાં મોટા અક્ષરોમાં લખ્યું છે- અબ કી બાર મોદી સરકાર. આટલું જ નહીં. ફિલ્મમાં વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને પણ હાઈલાઈટ કરાયું છે.

આ ફિલ્મમાં 1994માં શિખ દંગા ઉપરાંત અયોધ્યામાં બાબરી મસ્જીદ વિધ્વંશ બાદ મુંબઈમાં બોમ્બ ધડાકાની ઘટના પણ સમાવાઈ છે, કોંગ્રેસના શાસનકાળમાં લદાયેલી કટોકટીની પણ તીખી ટિપ્પણી કરાઈ છે.

આ ફિલ્મમાં ઈસ્લામિક આતંકવાદ અને 72 હુરોના સપના પર પણ જબરો કટાક્ષ કરાયો છે. આવા બધા બેક ગ્રાઉન્ડ વચ્ચે ફિલ્મમાં બે વિખૂટા દિલોની પ્રેમકથા પણ છે. ફિલ્મની હીંરોઈન કરીના કપૂરનું પાત્ર દેશમાં નશાના કારોબારમાં ડૂબેલા માફિયા ડોનની પ્રેમિકાનું છે. 11 ઓગષ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મને પબ્લીક કેવો આવકાર આપશે તે તો સમય જ કહેશે. પણ ફિલ્મમાં દિલ્હીના શિખ દંગાનો મુદ્દે કોંગ્રેસ વિવાદ સર્જી શકે.


Related News

Loading...
Advertisement
Advertisement