મહારાષ્ટ્રમાં આવતીકાલે શિંદે સરકારનાં વિસ્તરણની હિલચાલ

08 August 2022 05:19 PM
Maharashtra
  • મહારાષ્ટ્રમાં આવતીકાલે શિંદે સરકારનાં વિસ્તરણની હિલચાલ

મુંબઈ તા.8 : મહારાષ્ટ્રમાં લાંબા સમયથી શિંદે સરકારના વિસ્તરણ અંગે સર્જાઈ રહેલી અટકળોમાં રાજયનું મંત્રીમંડળ પૂર્ણ રીતે રચાય તેવા સંકેત છે. એક માસ પહેલા શિવસેનાના બાગીઓ તથા ભાજપની સંયુક્ત સરકારની રચના થઈ હતી અને તેમાં મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા હતા જયારે લાંબા સમયની અટકળો વચ્ચે પણ હજુ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકયું નથી અને હવે આવતીકાલે રાજયના મંત્રીમંડળમાં ભાજપ અને શિવસેનાના બાગીઓને સમાવતા ઓછામાં ઓછા 15 મંત્રીઓને શપથ લેવડાવાય તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement
Advertisement